Corona Update

અમુલ દ્વારા ફરી નવો પ્રયોગ : આદુ અને તુલસી દુધ લોન્ચ કરાયુ, આટલા રૂપિયામાં મળશે આયુર્વેદિક દુધ

1.69Kviews
  • અમુલ દ્વારા તુલસી અને જીંજર દુધ કરાયું લોન્ચ :
  • ૧૨૫ મીલી દુધનું રૂ.૨૫માં વેચાણ થશે.
  • છ મહિના સુધી લાઇફલાઇન આયુર્વેદીક યુકત ઠંડા-પીણા તરીકે ઉપયોગ કરી શકાશે.
  • અમુલ દ્વારા આ અગાઉ હલ્દી દુધ અને અશ્વગંધા પણ લોન્ચ કરવામાં આવેલ.

દુનિયા કોવિડ-19 મહામારી સામે લડી રહ્યુ છે અને તેની રોગનાશક દવા શોધવાનુ કામ હજુ પ્રગતિમાં છે. ત્યારે આવા કપરા સમયમાં લોકો તંદુરસ્ત રહે તેવા આશયથી અમૂલે હાલમાં જ પોસાય તેવો તથા સરળતાથી ઉપલબ્ધ પ્રતિકાર શક્તિ વધારતુ પીણુ અમૂલ હલ્દી દૂધ રજૂ કર્યુ હતું, જે બેકટેરીયાનાશક અને બળતરાનાશક ગુણધર્મો માટે પણ જાણીતુ છે. આવા ઉત્પાદનોની માંગ વધતી જાય છે,

આદુ અને તુલસી દૂધને કર્યું લોન્ચ

ત્યારે વિશ્વમાં પ્રથમ વખત અમૂલ દ્વારા વધુ બે રોગ પ્રતિકાર શક્તિ ધરાવતાં પીણાં જીંજર દૂધ અને તુલસી દૂધ રજૂ કર્યુ છે. આ બંને પીણાંમાં દૂધની સાથે વાસ્તવિકપણે આદુ અને તુલસીનો સમન્વય કરાયો છે. તુલસી અથવા તો હોલી બેસીલને પવિત્ર ગણવામાં આવે છે અને તે સાચા અર્થમાં રોગનિવારક ગુણધર્મો ધરાવતી હોવાથી તેમાં  એન્ટી માઈક્રોબીયલ અને એન્ટીએલર્જીક ગુણધર્મો છે આથી તે બેકટેરીયાને કારણે કે ફૂગને કારણે થયેલા ચેપનુ નિવારણ કરવાની સાથે સાથે એલર્જી અને અસ્થમાના ઉપચારમાં પણ ખૂબ જ ઉપયોગી છે.

Leave a Response

error: Content is protected !!