જાણવા જેવુ

ના હોય… અમૂલનું વાર્ષિક ટર્નઓવર કોરોનાકાળમાં પણ મલાઈદાર, ગયા વર્ષ કરતા 17% વધારે

180views

ગુજરાતની જાણીતી તેમજ સમગ્ર ભારતમાં ખ્યાતનામ દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ કરતી અમૂલ ડેરી એટલે કે જીસીએમએમએફે ચાલુ નાણાકીય વર્ષમાં 38 હજાર 542 કરોડનું ટર્નઓવર કર્યું છે.

અમૂલનું ટર્નઓવર ગત વર્ષ કરતાં પણ 17 ટકા વધારે છે. જીસીએમએમએફ અને તેના સભ્ય સંગઠનો દ્વારા અમૂલ બ્રાન્ડ હેઠળ વેચવામાં આવેલી પ્રોડ્કટસનું કુલ ટર્નઓવર 52 હજાર કરોડથી વધારે થયેલ છે.

તો જીસીએમએમએફનો ઉદ્દેશ્ય વર્ષ 2024-25 દરમિયાન એક લાખ કરોડનાં બિઝનેસ સ્તરનો આંક વટાવવાનો છે. ગુજરાતના ડેરી સંગઠનોના ફેડરેશન દ્વારા 18 જુલાઈ 2020ના રોજ યોજાયેલી 46મી વાર્ષિક સામાન્ય સભામાં આ પરિણામો જાહેર કર્યા હતા. ત્યારે મહત્વની વાત છે કે વર્ષ 2011માં અમૂલ વિશ્વની 18મા નંબરની ડેરી સંસ્થા હતી જે હાલમાં વિશ્વની 9મા નંબરની ડેરી સંગઠન બની છે.

Leave a Response

error: Content is protected !!