જાણવા જેવુરાજનીતિ

ગુજરાતના આંગણે બેવડી ખુશીનો માહોલ,તમે તૈયાર છોને ખુશીથી ઝુમી ઉઠવા!!

100views

ગુજરાતના આંગણે બેવડી ખુશીનો માહોલ,નર્મદા ઓવરફ્લો જેવી ઐતિહાસિક ઘટના  અને સાથે સાથે મોદીજીના જન્મદિવસ તો સોનામાં સુગંધ ભળે તેવું સાબિત થનાર છે.16 સપ્ટે.એ નર્મદા ઓવર ફ્લો થશે, 17મીએ જન્મ દિવસે જ પીએમ કરશે નર્મદા નીરના વધામણા તેવા પડઘા પડી રહ્યા છે ત્યારે આ અંગે ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશના નેતાઓની બેઠકો શરૂ થઈ ગઈ છે. જ્યારે વડાપ્રધાન કાર્યાલય અને મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા નર્મદા બંધની પરિસ્થિતિ પર ઝીણવટભરી નજર રાખવામાં આવી રહી છે.

ગુજરાત સરકારનો પણ એવો પ્રયાસ છે કે, નર્મદા બંધ 17મી સપ્ટેમ્બરના રોજ ઓવર ફ્લો થાય જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નર્મદાનું સપનું તેમના જન્મ દિવસે જ પૂર્ણ થાય.સામાન્ય રીતે નરેન્દ્ર મોદી 2002થી 2018 સુધી શાસન કર્તા રહ્યા છે ત્યારે તેમના જન્મદિવસે કંઈક નવી ભેટ રાજ્ય અને દેશને આપતા આવ્યા છે.ગુજરાતને પણ નર્મદા બંધની ઓવર ફ્લોની સાથે ગુજરાતની પાણીની સમસ્યાના નિવારણની ભેટ આપવા મોદી જન્મ દિવસે થોડા સમય માટે પણ નર્મદા બંધની મુલાકાત લઈ તેની   મહાઆરતીનો લાભ લેનાર છે.Image result for narmada overflow modi on narmada

નર્મદા ડેમના સંકલ્પને સિધ્ધિ સુધી પહોંચાડનાર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિને સવારે 10.00 કલાકે કેવડિયા તથા સમગ્ર ગુજરાતમાં નર્મદા નીર વધામણા કાર્યક્રમો યોજાશે.

 

Leave a Response

error: Content is protected !!