રાજનીતિ

કાશ્મીરમાં આતંકી વાઈરસનો સફાયો…10 દિવસમાં 7 એન્કાઉન્ટર, 20 આતંકી માર્યા,વાંચો કઈ તારીખે કેટલા આતંકીનો ખાત્મો

324views

જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં બુધવારે સવારે ફરી એક વખત આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ સર્જાઈ છે. સુરક્ષદળોને વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓ છૂપાયા હોવાની માહિતી મળી હતી. એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષાદળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે. શોપિયાંમાં છેલ્લા પાંચ દિવસોમાં આ ત્રીજું એન્કાઉન્ટર છે. 

સેના અને સીઆરપીએફના સંયુક્ત ઓપરેશનની શરૂઆત રાત્રે લગભગ દોઢ વાગ્યે થઈ હતી. જિલ્લામાં રવિવારે અને સોમવારે સતત બે દિવસ સુધી અલગ-અલગ અથડામણ સર્જાઈ હતી, જેમાં 9 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. 

વીતેલા બે અઠવાડિયામાં સેનાએ નવ મોટા ઓપરેશન હાથ ધર્યા હતા જેમાં 22 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. શોપિયાં જિલ્લામાં સતત બીજા એન્કાઉન્ટર બાદ આ જાણકારી જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે આપી હતી. 

બે સપ્તાહમાં 6 ટોચના કમાન્ડર સહિત 22 આતંકી ઠાર
જમ્મુ-કાશ્મીરમાં DGP દિલબાગ સિંહે સોમવારે જણાવ્યું હતું કે છે બે સપ્તાહમાં સુરક્ષાદળોએ 9 એન્કાઉન્ટરમાં 22 આતંકવાદીઓને ઠાક કર્યા છે. તેમાથી 6 ટોચના કમાન્ડર હતા. આ વર્ષમાં અત્યાર સુધીમાં 36 ઓપરેશનમાં 88 આતંકી માર્યા ગયા છે. DGP એ જણાવ્યું કે કાશ્મીર વિસ્તારમાં લાઈન ઓફ કંટ્રોલ ઉપર આંતકવાદીઓના ઠેકાણા 150થી 250 આતંકીઓ હોય શકે છે. જમ્મુ વિસ્તારમાં 125થી 150 આતંકીઓ હોવાનું અનુમાન છે.

10 દિવસમાં 7 એન્કાઉન્ટર, 20 આતંકી માર્યા ગયા
ઈન્ટેલીજન્સ એજન્સીએ છેલ્લા મહિનામાં આતંકવાદીઓ ઘૂસ્યા હોવાનું એલર્ટ આપ્યું હતું. ત્યાર પછી સુરક્ષાદળોએ જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

1 જૂન: નૌશેરા સેક્ટરમાં 3 પાકિસ્તાની આતંકવાદીઓને સુરક્ષાદળોએ ઠાર કર્યા હતા, તેઓ ભારતની સરહદમાં ધૂસવાની કોશિશ કરી રહ્યા હતા.
2 જૂન: પલવામાના ત્રાલ વિસ્તારમાં 2 આતંકી માર્યા ગયા.
3 જૂન: પુલવામાના હી કંગન વિસ્તારમાં સુરક્ષાદળોએ 3 આતંકવાદીઓને ઠાર કર્યા હતા.
5 જૂન: રાજૌરી જિલ્લામાં કાલાકોટમાં એક આતંકવાદી ઠાર કરાયો.
7 જૂન: શોપિયાંના રેબન ગામમાં 5 આતંકી માર્યા ગયા.
8 જૂન:  શોપિયાંના પિંજોરા વિસ્તારમાં 4 આતંકી ઠાર.
10 જૂન: શોપિયાંના સુગુ વિસ્તારમાં 2 આતંકી ઠાર.

Leave a Response

error: Content is protected !!