રાજનીતિ

રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ કદમ, RTO ગયા વિના જ મેળવી શકાશે આ સાત સેવાનો લાભ

90views

નાગરિકોને વધુને વધુ સરકારી સેવાઓ ડિજીટલ રીતે મળી રહે તે માટે ગુજરાત સરકાર પ્રતિબદ્ધ છે. એક મહત્વપૂર્ણ કદમ લઈને હવે RTO ની વધુ સાત સેવાઓને ઓનલાઈન કરવામાં આવશે. આ સેવાઓ હવે આરટીઓ ગયા વિના જ મેળવી શકાશે. જેનો લાભ અંદાજે 17 લાખ લોકોને થશે. ઉલ્લેખનીય છે કે હાલમાં વાહનની નોંધણી, ફેન્સી નંબરો, સ્પેશીયલ પરમીટ, ટેમ્પરરી પરમીટ, વાહનનું એન.ઓ.સી, ટેક્સ અને ફી ની ચૂકવણી સહિતની કામગીરી ઓનલાઈન થાય છે. જેનો લાભ વર્ષે અંદાજે 25 લાખ લોકોને મળી રહ્યો છે.

આ સાત સેવાનો લાભ મેળવો ઘરે બેઠાં

  1.  ડ્રાઈવીંગ લાયસન્સનું રીન્યુઅલ
  2.  ડુપ્લીકેટ ડ્રાઈવીંગ લાયસન્સ
  3. ડ્રાઈવીંગ લાયસન્સની માહિતી
  4. ડ્રાઈવીંગ લાયસન્સનું રિપ્લેસમેન્ટ
  5. વાહન માટે ડુપ્લીકેટ આર.સી
  6. વાહન સંબંધિત માહિતી
  7. હાઇપોથીકેશન રિમુવલ કારીગીરી

લર્નિંગ લાઈસન્સ માટે પણ કરી આ ખાસ જાહેરાત

લર્નિંગ લાઈસન્સ મેળવવા અંગે ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. અત્યાર સુધી 36 આરટીઓ ઓફીસમાં જ લર્નિંગ લાઈસન્સની કામગીરી થતી હતી, હવે 221 આઇ.ટી.આઇ અને 29 સરકારી પોલીટેકનીક ખાતેથી પણ લર્નિંગ લાઈસન્સ ઈસ્યુ થશે. આના લીધે નાના શહેરો અને ગામમાં રહેતા લોકોને છેક જિલ્લા આરટીઓ સુધી જવાના બદલે તાલુકા કક્ષાએથી જ લર્નિંગ લાઈસન્સ મળી જશે. આનો લાભ વર્ષે અંદાજે 8 લાખ લોકોને થશે.

Leave a Response

error: Content is protected !!