Corona Update

માસ્ક નહીં પહેર્યો હોય તો અનાજ નહીં મળે,જાણો કઈ તારીખે કોને મળશે અનાજ..

1.31Kviews

*APL કાર્ડ ધારકોને 7 તારીખથી કાર્ડના નંબર મુજબ અનાજ વિતરણ: માસ્ક નહીં પહેર્યો હોય તો અનાજ નહીં મળે*

*જાણો, કઈ તારીખે કોને મળી શકશે અનાજ…*

ગુજરાતના સ્થાપના દિવસે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના મધ્યમવર્ગીય પરિવારોના ૬૧ લાખ APL-1 કાર્ડધારકોને અઢી કરોડ જેટલા લોકોને બીજીવાર વિનામૂલ્યે અનાજ વિતરણની જાહેરાત કરી છે તેનો આગામી તા. ૭મી મે થી રાજ્યવ્યાપી પ્રારંભ કરવામાં આવશે. આ અનાજ વિતરણ રાજ્યની ૧૭ હજાર જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનોએથી સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમો સાથે કરવામાં આવશે. એટલું જ નહિ, અનાજ મેળવવા આવનારા તમામ ગ્રાહકો માટે માસ્ક પહેરવાનું ફરજિયાત રહેશે. ‘માસ્ક નહિં તો અનાજ નહિ’ એ અભિગમ અપનાવશે. અનાજ વિતરણની જે ક્રમબદ્ધ વ્યવસ્થાઓ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે, જે નીચે મુજબ છે:

*APL-1 કાર્ડધારકોના રેશનકાર્ડના છેલ્લા આંક ૧ અને ર છે તેમને તા. ૭મી મે,*

*૩ અને ૪ છેલ્લા આંક વાળા કાર્ડધારકોને તા. ૮મી મે,*

*પ અને ૬ છેલ્લો આંક હોય તેમને તા. ૯મી મે*

*૭ અને ૮ વાળા કાર્ડધારકોને તા. ૧૦મી*

*૯ અને ૦ આંક ધરાવનારા APL-1 કાર્ડધારકોને તા. ૧૧મી મે*

*કોઇ APL-1 કાર્ડધારક લાભાર્થી તેના નિર્ધારીત ફાળવેલા દિવસે અનાજ લેવા ન જઇ શકે તો તેને તા. ૧રમી મે એ અનાજ વિતરણ કરવામાં આવશે.*

Leave a Response

error: Content is protected !!