રાજનીતિ

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં મોટો આતંકી હુમલો, CRPF ના પાંચ જવાનો શહીદ, બે આતંકી ઠાર

85views

કાશ્મીર ખીણમાં મંગળવારે સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે થયેલી બે અથડામણમાં સુરક્ષાદળોએ ત્રણ આતંકીને ઠાર માર્યા હતા. આજે બુધવારે અનંતનાગમાં આતંકીઓએ મોટો હુમલો કર્યો હતો. આ હુમલામાં CRPF ના પાંચ જવાનો શહીદ થયા છે, જયારે બે આતંકીઓ ઠાર મરાયા છે.

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આજે બુધવારે CRPF નો કાફલો પસાર થઇ રહ્યો હતો એ દરમિયાન બસ સ્ટેન્ડ પાસે બે આતંકીઓએ અચાનક આવી ઓટોમેટિક ગનથી કાફલા પર ગોળીબાર કર્યો. સામે વળતા જવાબમાં CRPF જવાનોએ પણ ગોળીબાર કર્યો. આ અથડામણમાં CRPFના પાંચ જવાનો શહીદ થયા છે જયારે એનકાઉન્ટરમાં બે આતંકીઓ ઠાર મરાયા છે. આ હુમલામાં CRPF ના ત્રણ જવાનો પણ ઘાયલ થયા છે જેને સારવાર અર્થે સેના હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આતંકીઓ બાઈક પર સવાર થઈને મોઢે કપડું બાંધીને આવ્યા હતા. CRPF ના કાફલા પાસે આવી તેમને આડેધડ ગોળીબાર શરૂ કરી આ ઘટનાને અંજામ આપ્યો હતો. આ હુમલામાં જમ્મુ કાશ્મીર પોલીસના એક SHO પોલીસ અધિકારી ઈરશાદને છાતીમાં ગોળી વાગી છે જેમની હાલત ગંભીર છે. આ આતંકી હુમલામાં જમ્મુ કાશ્મીર પોલીસના એક ASI પણ શહીદ થયા છે.

Leave a Response

error: Content is protected !!