વિકાસની વાત

આંકડા જ્યોતિષ પ્રમાણે જાણો તમારું આ મહિનાનું રાશિ ભવિષ્ય.. 1,20 અને 22 તારીખે જન્મેલા માટે સારા સમાચાર

725views

જે લોકોની જન્મ તારીખ 1, 10, 19 કે 28 છે
આ લોકોને ભૂતકાળમાં કરેલી મહેનતનું ફળ જૂન મહિનામાં મળી શકે છે. ઘર-પરિવાર અને સમાજમાં સન્માન મળશે. બધાના સહયોગથી મોટી-મોટી સમસ્યાઓ પણ દૂર થઇ શકે છે.

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે
આ લોકોને જૂનમાં ભાગ્યનો સામાન્ય સાથ મળવાના યોગ છે. જેટલું કામ કરશો તેટલો જ લાભ મળી શકશે.

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે
છેલ્લી યોજનાઓને પૂર્ણ કરવાનો સમય રહેશે. નોકરીમાં લાભ મળી શકે છે. કોઇ મોટી સફળતા મળી શકે છે. માન-સન્માન મળશે.

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે
આ લોકોએ જૂન મહિનામાં સાવધાન રહીને કામ કરવું. વાદ-વિવાદની સ્થિતિ બની શકે છે. બેદરકારીના કારણે મોટી સમસ્યાઓ થઇ શકે છે.

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે
આ લોકો માટે આ મહિનો ખૂબ જ સારો રહેશે. આકરી મહેનતનું ફળ હવે મળશે. નોકરીમાં પ્રમોશન મળવાના યોગ બની રહ્યા છે. આશા પ્રમાણે કામ પૂર્ણ થઇ શકે છે.

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે
શિક્ષા સાથે જોડાયેલાં લોકો માટે સમય પક્ષનો રહેશે. જ્ઞાન વધશે અને જ્ઞાનનો ઉપયોગ કરી શકશો. માન-સન્માન મળશે. લાભ થશે.

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે
મિત્રો અને સંબંધીઓ તરફથી મદદ મળવાથી બગડેલાં કાર્યો સુધરી શકે છે. ધૈર્ય અને શાંતિ જાળવી રાખો. ગુસ્સા ઉપર કાબૂ રાખશો તો લાભ થઇ શકે છે.

લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે
આ લોકોએ જૂન મહિનામાં થોડી વધારે સાવધાની જાળવવી પડશે. પ્રારંભિક સફળતા બાદ બેદરકારી હાનિકારક સાબિત થઇ શકે છે. સમજી-વિચારીને આગળ વધવું પડશે.

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે
અંક 9ના જાતકોનું અટવાયેલું ધન પાછું મળવાના યોગ છે. સમાજમાં પ્રતિષ્ઠા વધશે. આવકમાં વધારો થઇ શકે છે. મિત્રો કે સંબંધિઓ પાસેથી શુભ સમાચાર મળી શકે છે.

Leave a Response

error: Content is protected !!