રાજનીતિ

અમદાવાદમાં સ્થાનિક લોકોને ઔદ્યોગિક એકમમાં વધુ રોજગારી મળે તે માટે સરકાર પ્રયત્નશીલ.

136views

અમદાવાદ શહેર અને જિલ્લામાં આવેલા ઔદ્યોગિક એકમો દ્વારા છેલ્લા બે વર્ષમાં સ્થાનિકોને અપાયેલી રોજગારીનો આંકડો સામે આવ્યો છે. છેલ્લા બે વર્ષમાં કુલ ૩ લાખ ૫૯ હજારથી ૧૫૬ લોકોને રોજગારી આપવામાં આવી હોવાનું શ્રમ રોજગાર વિભાગના પ્રધાને ગૃહમાં કહ્યુ હતુ. વર્ષ ૨૦૧૭ માં અમદાવાદ શહેર અને જિલ્લામાં કુલ ૧ લાખ ૬૭ હજારથી વધુ લોકોને રોજગારી અપાઈ છે.જ્યારે વર્ષ ૨૦૧૮માં અમદાવાદમાં કુલ ૧ લાખ ૮૪ હજારથી વધુ લોકોને રોજગારી આપવામાં આવી. વર્ષ ૨૦૧૭માં સ્થાનિકોને રોજગારી આપવાના નિયમોનું ઉલ્લંઘનનો ભોગને લગતી ૧૪ ફરિયાદો મળી હતી. જ્યારે વર્ષ ૨૦૧૮માં આ પ્રકારની ૨૩ ફરિયાદ મળી હતી. આ મુદ્દે સ્થાનિક લોકોને વધુ રોજગારી આપવા માટે સરકાર ઔદ્યોગિક એકમોને સમજાવવા પ્રયત્ન કરી રહી છે.

Leave a Response

error: Content is protected !!