જાણવા જેવુરાજનીતિ

રૂપાણી સરકારની સ્વચ્છ અને સુરક્ષિત પર્યાવરણ અંગે પ્રશંસનીય પહેલ: ઈ-રીક્ષાની ખરીદી પર રૂ.૪૦,૦૦૦ની નાણાકીય સહાય

138views

વિશ્વમાં પેટ્રોલ-ડિઝલથી ચાલતા વાહનોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. આ વાહનો મોટા પ્રમાણમાં કાર્બન ઉત્સર્જન કરે છે, જેના કારણે વાતાવરણનું પ્રદૂષણ પણ દિન-પ્રતિદિન વધતું જાય છે. વાતાવરણનું પ્રદૂષણ વધવાને કારણે ગ્લોબલ વોર્મિંગ, કલાયમેટ ચેન્જ જેવી ગંભીર સમસ્યાનો સામનો સમગ્ર વિશ્વ કરી રહ્યું છે. આ ઉપરાંત વિશ્વમાં પેટ્રોલ-ડિઝલથી ચાલતા વાહનોનાં અતિ વપરાશથી પેટ્રોલિયમ પેદાશોનો મર્યાદિત જથ્થો ખૂબ જ ઝડપથી ઘટી રહ્યો છે. ભારત જેવા વિકાસશીલ દેશમાં પેટ્રોલિયમ પેદાશોની આયાત વધવાને કારણે વિદેશી હુંડીયામણમાં વધારે ખર્ચ થઈ રહ્યો છે. પર્યાવરણીય અને આર્થિક સમસ્યાઓને પહોચી વળવા ભારતમાં હવે ઈ-વાહનોનું ચલણ વધ્યું છે ત્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ બેટરી સંચાલિત ઈ-રીક્ષાની ખરીદી પર રૂપિયા ૪૦૦૦૦ની નાણાકીય સહાય જાહેર કરી છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રાજ્યમાં પર્યાવરણનાં જતન-સંવર્ધન માટે બેટરી વડે ચાલતા વાહનોનાં ઉપયોગ કરવા માટે વાહનચાલકોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યાં છે. આ અંતર્ગત રૂપાણી સરકારે બેટરી ઓપરેટેડ વેહિકલ – ઈ-રીક્ષા ખરીદવા ઈચ્છતા લોકોને રૂપિયા ૪૦૦૦૦ની નાણાકીય સહાય આપવાની જાહેરાત કરી છે. આ જાહેરાત મુજબ ઈ-રીક્ષા નાણકીય સહાય યોજનોનો લાભ ગુજરાત રાજ્યનાં નાગરિકો વ્યક્તિગત ધોરણે અને વિવિધ સંસ્થાઓ વહેલા તે પહેલાનાં ધોરણે લઈ શકશે. ઈ-રીક્ષા ખરીદવાની આ સહાય યોજનામાં અનુ.જાતિ, અનુ.જનજાતિ, દિવ્યાંગ તથા રીક્ષાચાલકોને અગ્રિમતા આપવામાં આવશે.

ગુજરાત સરકાર દ્વારા બેટરી સંચાલિત ઈ-રીક્ષાની ખરીદી પર આપવામાં આવનાર રૂપિયા ૪૦૦૦૦ની નાણાકીય સહાયની રકમ વાહન ખરીદનારનાં બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવશે. આ યોજના હેઠળ એડવાન્સ બેટરી (લિથિયમ) વાળા વાહનો ઉપલબ્ધ છે. આ સિવાય ઈ-રીક્ષાની બેટરી માટે ૨ વર્ષની વોરંટી ઉત્પાદકો દ્વારા આપવામાં આવશે. ગુજરાતમાં ઈ-રીક્ષા ખરીદનાર વ્યક્તિને નાણાકીય સહાય યોજના જાહેર કરી ગ્લોબલ વોર્મિંગ, કલાયમેટ ચેન્જ જેવી ગંભીર સમસ્યાઓ નિવારવા અને સ્વચ્છ-સુરક્ષિત પર્યાવરણનાં નિર્માણમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રશંસનીય પહેલ કરી છે.

Leave a Response

error: Content is protected !!