રાજનીતિ

અરબે ભારતનાં વેપાર માટે સારો માહોલ બનાવ્યો છે:વડાપ્રધાન નરેન્દ્ર મોદી

139views

વડાપ્રધાન નરેન્દ્ર મોદી  સાઉદી અરબની  મુલાકાતે છે.

સોમવારે રિયાદ પહોંચીને પીએમ મોદીએ કહ્યું કે, સાઉદી અરબ ભારતની ઉર્જા સંબંધી જરૂરિયાતોને પુરી કરવામાં મહત્વનું યોગદાન આપે છે. આ પરિસ્થિતિમાં કાચા તેલની સ્થિર કિંમતો હોવી તે વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે યોગ્ય ગણાય. પીએમ મોદીએ કહ્યું કે, સાઉદી અરબ આશરે 18 ટકા કાચુ તેલ આયાત કરે છે. ભારત સરકારનો સ્પષ્ટ વિચાર છે કે, સાઉદી અરબ સાથે મળીને અમે રણનૈતિક સમજૂતી અંતર્ગત આગળ વધી શકીશું. તેમણે વધુમાં જણાવ્યું છે કે, ‘અમે પોતાની ઉર્જા સંબંધી જરૂરિયાતોનાં મહત્વપૂર્ણ અને વિશ્વસનીય સ્ત્રોતનાં રૂપમાં સાઉદી અરબને જોઇએ છીએ. અમારૂં માનવું છે કે, વૈશ્વિક અર્થવ્યવસ્થાનાં વિકાસ માટે, વિકાસ માટે વિશેષ રૂપથી વિકાસશીલ દેશો માટે સ્થિર તેલની કિંમતો ઘણી જ જરૂરી છે. આશા છે કે ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ ઇનિશિએટીવ (FII) સમિટમાં આ અંગે ચર્ચા થશે.’

પીએમ મોદીએ કહ્યું કે,  સાઉદી અરબ ઘણાં મુદ્દાઓ પર ભારતનો સાથ આપ્યો છે. અરબે ભારતનાં વેપાર માટે સારો માહોલ બનાવ્યો છે. 

Leave a Response

error: Content is protected !!