રાજનીતિ

ગુજરાતમાં વાવોઝોડાનું સંકટ તંત્ર સાબદુ થયું, CM રૂપાણીએ 11 NDRFની ટીમો મોકલી..

821views
  • સંભવિત વાવાઝોડાને લઈ સરકાર હરકતમા
  • ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે પસાર થવાની સંભાવના
  • દક્ષિણ ગુજરાતના તમામ જીલ્લા હાઇ એલર્ટ
  • ભાવનગર અને અમરેલી જીલ્લાને હાઈ એલર્ટ પર મુકાયા
  • NDRFHQ ની 11 ટીમો જે તે જીલ્લામા મોકલાઈ – CM વિજ્ય રૂપાણી

અરબી સમુદ્રમાં લો પ્રેશર આગામી 12 કલાકમાં ડિપ્રેશન (વાવાઝોડા)માં ફેરવાઈ જશે. ત્યારે વાવાઝોડાની તીવ્રતાનો અંદાજો લગાવીને NDRFની ટીમ મોકલવા અંગે CMના અધ્યક્ષ સ્થાને બેઠક મળી છે. બેઠકમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વાવાઝોડું ત્રાટકવાની સંભાવના સેવવામાં આવી છે. જેથી 3 જૂને રાજ્યમાં 80થી 120 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ત્યારે આફતને પહોંચી વળવા માટે NDRFની 11 ટીમ દરિયાઈ વિસ્તારમાં મોકલવાનો નિર્ણય કરાયો છે, જે આજે સાંજે પહોંચી પણ જશે.

NDRFની 11 ટીમ ભાવનગર, વેરાવળ, જાફરાબાદ, ભરૂચ અને વલસાડમાં પણ ટીમ મોકલવામાં આવશે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી એલર્ટ આપી દીધું છે. હવામાન વિભાગે પ્રિ મોન્સૂન એક્ટિવિટીના કારણે વરસાદની શક્યતા પણ સેવી છે. જેથી સૌરાષ્ટ્ર, ડાંગ, સુરત, દમણમાં વરસાદની શક્યતા જોવામાં આવી રહી છે. આ સિવાય દાદરાનગર હવેલી, વલસાડ, નવસારી, વડોદરા, અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

Leave a Response

error: Content is protected !!