રાજનીતિ

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને ખરેખર ભણાવાય છે? કે ભગવા વિરુદ્ધ ભડકાવાય છે

135views

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના વિદ્યાર્થી વિષે આજે વાત કરવી છે કે શાળા કોલેજોમાં હંમેશા વિદ્યાર્થીઓને સંસ્કાર અને કેળવણી અપાઈ છે ત્યારે જેએનયુના વિદ્યાર્થીઓને જોઈ એવું લાગે છે કે ત્યાં બદલાનું બ્લડ રેડવામાં આવે છે કે શું?કારણ કે છાશવારે ત્યાં ધારણા,વિરોધો,કેમ્પસમાં મારામારી, નેતાઓના કપડાં ફાડવા,એવું દ્રશ્યો જોવા મળતાં હોય છે અને હવે હદ તો ત્યારે થઈ જયારે યુવા પેઢીના માર્ગદર્શક મનાતા સ્વામી વિવેકાનંદની પ્રતિમા સાથે તોડફોડનો કિસ્સો સામે આવ્યો ત્યારે પ્રશ્નએ થાય કે આ યુવા પેઢીને ભડકાવાનું કાર્ય આ યુનિવર્સિટી ક્યારે બંધ કરશે અને તેના પ્રસાશનના લોકો ક્યારે આ વિદ્યાર્થીઓન ખભે બંધુક રાખી ગોળી છોડવાનું મુકશે??

શું બની હતી ઘટના?

 

જેએનયુના વિદ્યાર્થીઓએ સૂચિત ફી વધારા અંગે યુનિવર્સિટી વહીવટીતંત્ર સામે લડત વધુ તીવ્ર બનાવી દીધી હતી. વિદ્યાર્થીઓએ સમગ્ર વહીવટી અવરોધ પર તોડફોડ કરી સ્થળને રંગ કરી અને બુધવારે રાત્રે સ્વામી વિવેકાનંદની પ્રતિમાની આસપાસના વાતાવરણનો નાશ કર્યો. તમને જણાવાનું કે હજી તો પ્રતિમાનું ઉદ્ઘાટનપણ કરવાનું બાકી છે.

 

 

 

કઈ રીતે કર્યો જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કુલપતિએ લૂલો બચાવ:


જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કુલપતિ એમ. જગદીશ કુમારે કહ્યું કે, કેમ્પસમાં તોડફોડ કરનારા વિદ્યાર્થીઓની ઓળખ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં તેમની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, અમે એવા વિદ્યાર્થીઓની ઓળખ કરી છે કે જેમણે એડમિનિસ્ટ્રેશનમાં તોડફોડ કરી હતી અને તેમની સામે એફઆઈઆર નોંધાવવાની તૈયારીમાં છે. તેમણે કહ્યું કે, આ સિવાય યુનિવર્સિટીના ચીફ પ્રોક્ટરની અધ્યક્ષતામાં તેમની સામે એક અલગ આંતરિક તપાસ પણ કરવામાં આવશે. તેમણે એમ પણ આરોપ લગાવ્યો હતો કે કેટલાક વિદ્યાર્થીઓએ વહીવટીતંત્રના બ્લોકમાં તોડફોડ કરતી વખતે મહિલા રક્ષકો ઉપર પણ હુમલો કર્યો હતો.
જેએનયુના કુલપતિએ સ્પષ્ટતા પણ કરી હતી કે આ એફઆઈઆર ફક્ત વહીવટી તંત્રના અવરોધમાં તોડફોડ કરનારાઓ સામે કરવામાં આવશે, કેમ કે વિવેકાનંદની પ્રતિમાને તોડનારાઓની ઓળખ હજુ બાકી નથી. તેમણે કહ્યું, “જેએનયુના વિદ્યાર્થીઓ દ્વારા સ્વામી વિવેકાનંદની પ્રતિમાને તોડવામાં આવી છે, તેની હજુ સુધી પુષ્ટિ થઈ નથી, પરંતુ આટલું જલદી અમને ખબર પડે તેમ જ, આ મામલે પણ અમે એફઆઈઆર દાખલ કરીશું.”

આમ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી આવા જ સંસ્કાર આપવાના હોય તો આ યુનિવર્સિટી ચલાવી કે કેમ તેના પર એકવાર વિચાર કરવો બને જ છે.કેમ કે આ એવું દુષણ છે જે આતંકવાદ કરતા પણ ભયાનક ભવિષ્યમાં સાબિત થશે.

Leave a Response

error: Content is protected !!