રાજનીતિ

તમે ST બસમાં જગ્યા અને બસના ટાઈમને લઈ પરેશાન છો??તો થઈ જાવ નિશ્ચિંન્ત આવી ગઈ છે GSRTC એપ્લીકેશન

120views

તહેવારોની રજામાં પરિવારજનોને મળવા જવાનું પસંદ કરતા હોય છે. જો કે, તહેવારની સીઝનનો લાભ ઉઠાવીને પ્રાઈવેટ બસના સંચાલકો પોતાની બસોના ભાડામાં બેથી ત્રણ ગણો વધારો કરીદે છે, જેના કારણે મોટાભાગના લોકો ST બસમાં મુસાફરી કરવાનું વધારે પસંદ કરે છે. તહેવારની સીઝનમાં ST બસમાં ખૂબ વધારે એડવાન્સ બુકિંગ થઇ જતું હોય છે. આ ઉપરાંત લોકોને મુશ્કેલી ન પડે તે માટે ST વિભાગ દ્વારા વધારે બસ દોડાવવામાં આવે છે.

ST બસો મુસાફરોને ઓછા પૈસામાં ખૂબ સારી સુવિધાઓ આપી રહી છે. ખાનગી બસોમાં ઘણી વાર મુસાફરોને બસ ક્યાં પહોંચી છે, તેની ખબર નથી હોતી પરંતુ મુસાફરોની સુવિધાને ધ્યાનમાં લઇને ST વિભાગ દ્વારા બસમાં એક એવી સુવિધા આપવામાં આવી છે કે, મુસાફર તેની ટિકિટમાં દર્શાવેલા એક નંબરથી ઓનલાઈન બસનું લોકેશન જાણી શકશે. આ માટે સરકાર દ્વારા એક મોબાઈલ એપ્લીકેશન પણ બનાવવામાં આવી છે.

કઈ રીતે કરશો મોબાઈલ એપ્લીકેશન ડાઉનલોડ:

 

  • પોતાના મોબાઈલમાં સૌ પ્રથમ પ્લે સ્ટોરની મદદથી એક GSRTC એપ્લીકેશન ડાઉનલોડ કરવાની રહેશે.
  • આ એપ્લીકેશન ડાઉનલોડ કર્યા પછી TRACK MY BUS પર ક્લિક કરવાનું રહેશે.
  • જો મુસાફરે એડવાન્સ બુકિંગ કરાવ્યું હશે તો તેમની ટિકિટમાં એક PNR નંબર અને બસ નંબર આપવામાં આવ્યો હશે, તે એપ્લેકેશનમાં એડ કરવાનો રહેશે અને ત્યારબાદ SUBMIT બટન પર ક્લિક કરશે એટલે મુસાફરને તેની બસનું લોકેશન જાણવા મળશે.

તમારા મોબાઈલમાં GSRTC એપ્લીકેશન ડાઉનલોડ કરી બસની પળે પળની ખબર મેળવી તો હવે થઈ જાવ નિશ્ચિંન્ત…

Leave a Response

error: Content is protected !!