જાણવા જેવુરાજનીતિ

ટ્રેનમાં ખોરાકની ગુણવત્તા અંગે થઈ જાવ નિશ્ચિન્ત,કેટરિંગની વ્યવસ્થામાં પારદર્શિતા લાવવા નવી પહેલ

109views

IRCTC (ભારતીય રેલ્વે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન)એ ટ્રેનોમાં કેટરિંગની વ્યવસ્થામાં પારદર્શિતા લાવવા નવી પહેલ કરી છે. હવે ખાવાના દરેક પેકેટમાં QR (ક્વિક રિસ્પોન્સ) કોડ હશે. તે સ્કેન કરતાં સાથે જ મુસાફરોના મોબાઈલ પર માહિતી મળી જશે કે ભોજન કયા બેઝ કિચનમાં તૈયાર કરવામાં આવ્યું છે. તેનું લાઇસન્સ કોને મળ્યું છે અને તેનો કોન્ટેક્ટ નંબર શું છે. આ સિવાય, પેકેટનું વજન પણ જોઈ શકાશે.

રેલવેએ ટ્રેનોમાં પેન્ટ્રીકારની જવાબદારી IRCTCને સોંપી છે. તેનું સંચાલન કેવી રીતે કરવાનું છે, મુસાફરોને જમવામાં શું આપવું અને શું નહીં આ તમામ વસ્તુઓ IRCTC નક્કી કરે છે. ઓપરેટરે તમામ નિયમો અને શરતોનું પાલન કરવું ફરજિયાત છે. જો કે, બધી મજબૂત વ્યવસ્થા હોવા છતાં ટ્રેનમાં ખોરાકની ગુણવત્તામાં કોઈ સુધારો કરવામાં નથી આવ્યો અને વધારે ચાર્જ હોવાની સમસ્યા પણ થઈ રહી છે. આટલું જ નહીં, ચોખા, દાળ અને શાકભાજી દરેકનું વજન ઘટાડી દેવામાં આવે છે.

જમાવાનું ખરાબ નીકળે તો ક્યાં કરશો ફરિયાદ?

IRCTC આને રોકવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યું છે. ધીમે-ધીમે ટ્રેનમાં રસોઈ બનાવવાની સિસ્ટમ બંધ કરવામાં આવી રહી છે. તેની જગ્યાએ, નિયુક્ત સ્થળોએ સેન્ટ્રલ કિચન સ્થાપિત કરવામાં આવી રહ્યાં છે. બિલાસપુરમાં ઝોનલ સ્ટેશનનાં જનઆહાર કેન્દ્રને આ રસોડામાં પરિવર્તિત કરવામાં આવ્યું છે. પારદર્શિતાની આ કડીમાં QR કોડની નવી સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. આ અંતર્ગત હવે ચોખા, દાળ અથવા શાકભાજી જ્યારે સેન્ટ્રલ કિચનમાંથી બહાર આવશે તો તેનાં પેકિંગ પર QR કોડ હશે. તેનાથી મુસાફર સીધી ફરિયાદ કરી શકે છે.

એક ક્લિકમાં રસોઈનો જોવા મળશે લાઇવ વિડીયો:

QR કોડ સ્કેન કર્યાં બાદ ખૂલનારા પેજ પર નીચે એક ઓપ્શન બટન પણ આપવામાં આવ્યું છે. તેની પર ક્લિક કરતાં જ મુસાફર રસોઈનું લાઇવ મોનિટરિંગ કરી શકે છે. તેઓ એ પણ જાણી શકશે કે આ કિચન કેટલું ચોખ્ખું છે. જો કિચનમાં ગંદકી જોવા મળી અથવા કર્મચારી ટોપી કે એપ્રન પહેર્યાં વગર જમવાનું બનાવી રહ્યો છે તો મુસાફરો એ અંગે પણફરિયાદ કરી શકે છે.

Leave a Response

error: Content is protected !!