ધર્મ જ્ઞાન

વાસ્તુશાસ્ત્ર સ્પષ્ટ પાડે છે ના, ઘરના પ્રવેશ દ્વારે આ વસ્તુઓ કરી દેશે બરબાદ

1.02Kviews

ઘરના પ્રવેશ દ્વારને લઈને વાસ્તુના કેટલાક ખાસ નિયમો છે. જે મુજબ વાસ્તુદોષ દૂર કરી શકાય છે. ઘરના મુખ્ય દ્વાર ઉપર ક્યારેય વેલો ન ચડાવવો જોઇએ. બારણાંની એકદમ સામેની તરફ મોટું ઝાડ ન ઉગાડવું. કેમ કે તેનાથી દ્વાર વેધ થાય છે. ગુલાબ સિવાય કોઇપણ કાંટાળા છોડ ઘરમાં કે ઘરનાં ગાર્ડનમાં ન ઉગાડવા, કેમ કે તેનાથી શત્રુ હેરાન કરી શકે છે.

ઘરમાં લીંબુડી ઉગાડી હોય તો તેની આસપાસ અચૂક તુલસી ઊગાડો. તેનાથી લીંબુડીની અશુભ અસર નહીં વર્તાય. ઘરનાં મધ્યભાગમાં કોઇ મોટું વૃક્ષ ન લગાવવું. ઘરની પૂર્વ અને ઉત્તર દિશામાં નાના-નાના છોડ ઉગાડવા જોઇએ.

મની પ્લાન્ટ ઘરની અંદર જ ઉગાડવો. તે લક્ષ્મી વર્ધક વેલો છે. તેથી તેને ઘરની અંદરની તરફ ઉગાડવાથી ઘરમાં હંમેશાં લક્ષ્મીનો વાસ રહે છે. મોટાં અને ઘટાદાર વૃક્ષો હંમેશાં પશ્ચિમ દિશામાં ઉગાડવા જોઇએ.

જો તમે ઘરમાં ગાર્ડન બનાવવા માંગતા હોય તો પૂર્વ દિશા, ઇશાન ખૂણો અને વાયવ્ય ખૂણો શુભ માનવામાં આવે છે. ગાર્ડનમાં ઇશાન ખૂણામાં તુલસી, આમળા તેમજ ઔષધીય છોડ અને હળવા રંગના ફૂલના છોડ ઉગાડવા અતિ શુભ માનવામાં આવે છે.

જે ફૂલની સુગંધ સુંદર આવતી હોય તે તમામ ફૂલના છોડને વાયવ્ય ખૂણામાં ઉગાડવા વધારે યોગ્ય રહેશે. તેથી તમારું જીવન પણ તે સુગંધની જેમ જ મઘમઘતું રહેશે, તેમાં ક્યારેય કોઇ તકલીફ નહીં થાય.

પશ્ચિમ દિશામાં જો પીપળાનું વૃક્ષ ઉગાડવામાં આવે તો તે ઘરમાં ક્યારેય લક્ષ્મી કોપીત નથી થતી. ઘરમાં લક્ષ્મીની તંગી હોય કે કોઇ જગ્યાએ નાણાં ફસાઇ ગયા હોય તો ઘરની બહાર પશ્ચિમ દિશા તરફ પીપળાનું વૃક્ષ ઉગાડો.

Leave a Response

error: Content is protected !!