રાજનીતિ

એક સમયે મીઠા પર કર નાંખનારાઓને જ લાગ્યો મીઠાનો ચસ્કો, 10 ટન મીઠાનો જથ્થો પહોંચ્યો બ્રિટન

91views

ભારત પર એક સમયે શાસન કરતા બ્રિટન સાથે. વર્ષ 1930માં અંગ્રેજોએ જ્યારે મીઠા પર કર નાંખ્યો હતો, ત્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ સાબરમતીથી દાંડી સુધી પગપાળા યાત્રા કરીને કાળા કાયદાનો વિરોધ કર્યો હતો અને ત્યારબાદથી બ્રિટનમાં ભારતના મીઠાની ખેપ બંધ રહી હતી. પરંતુ હવે દશકો બાદ કંડલાથી એક્સપોર્ટ થયેલું મીઠું અંગ્રેજોએ ચાખ્યું છે.

મળતી માહિતી પ્રમાણે અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય માપદંડો પ્રમાણે મીઠું એક્સપોર્ટ કરવું શક્ય ન હતુ. પરંતુ હવે નિકાસકારોએ આંતરરાષ્ટ્રીય ગુણવત્તાને પણ પાર કરતી ક્વોલીટી જાળવતા હવે તે શક્ય બન્યું છે. પ્રથમ તબક્કામાં 10 ટન મીઠાનો જથ્થો બ્રિટન પહોંચી ચૂક્યો છે અને આગળ પર નિકાસ થતી રહેશે, જેના કારણ દેશના વિદેશી હુડિયામણમાં પણ વધારો થશે.

મહત્વનું છે કે સમગ્ર દેશની જરૂરિયાતનું 70 ટકા મીઠાનું ઉત્પાદન કચ્છમાં જ થાય છે તેમજ અહીથી આફ્રિકા, મલેશિયા, ગલ્ફ સહિતના દેશોમાં મીઠાની મોટા પાયે નિકાસ થાય છે.

Leave a Response

error: Content is protected !!