Corona Update

સ્વામી રામદેવે ટ્વિટ કરીને કોરોનિલ દવા અંગે ખુલાસો કર્યો, સાથે આયુષ મંત્રાલયનો પત્ર પણ મુક્યો

4.76Kviews

હાલ સ્વામી રામદેવે બહાર પાડેલી કોરોનિલ દવા અંગે વિવાદ ચાલી રહ્યો છે. રાજસ્થાન સરકારે બાબા રામદેવ વિરુદ્ધ કેસ પણ દાખલ કર્યો છે. સ્વામી રામદેવે આ બધા વચ્ચે એક ટ્વિટ કરી છે અને કહ્યુ છે કે તમામ વિવાદનો અંત આવ્યો છે. આ સાથે જ સ્વામી રામદેવે એક પત્ર પણ જોડ્યો છે જે ભારત સરકારના આયુષ મંત્રાલયનો છે.

બાબા રામદેવે પોતાના ટ્વીટની સાથે આયુષ મંત્રાલયનો એક પત્ર પણ જોડ્યો છે. હકીકતમાં પતંજલિ આયુર્વેદના આચાર બાલકૃષ્ણએ આ વિશે ગઇકાલે મંત્રાલયને એક પત્ર લખ્યો હતો. જેના જવાબમાં આયુષ મંત્રાલયે બાલકૃષ્ણને એક પત્ર લખ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે તેને દવાના ક્વીનિકલ ટ્રાયલ સંબંધિ બધા દસ્તાવેજો મળી ગયા છે. મંત્રાલય સંશોધનના પરિણામની ખાતરી કરવા માટે આ દસ્તાવેજોનો અભ્યાસ કરશે.

Leave a Response

error: Content is protected !!