જાણવા જેવુ

બાબાસાહેબ આંબેક્ટરની જન્મજયંતિ પર ભાજપે આ રીતે કરી ભાવવંદના, જીતુભાઈ વાઘાણીએ આપ્યો સંદેશ

261views

બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતીએ તેમના ફોટાને પુષ્પ અર્પણ કરી ભાવવંદના કરતા ગુજરાત ભાજપાના પ્રદેશ સંગઠન મહામંત્રી ભિખુભાઈ દલસાણીયા

  •  ભાજપ પ્રદેશ અધ્યક્ષે બાબા સાહેબના ફોટોને પુષ્ય અપર્ણ કરીને આ શ્રધ્ધાંજલી આપી. સાખે જ લોકડાઉન અંગે સંદેશ પણ આપ્યો.

 

  • કોરોના વાયરસને માત આપવા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા અપાયેલ સાત સૂત્રો રુપી ‘સપ્તપદી’ નું આપણે સૌ અક્ષરશઃ પાલન કરીએ.મને સંપૂર્ણ વિશ્વાસ છે કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સુચવેલ આ સપ્તપદીનું પાલન કરી, લોકડાઉનના નિયમોનો સંપૂર્ણ અમલ કરીને આપણે સૌ સાથે મળી આ વૈશ્વિક રોગચાળાના ફેલાવા પર અંકુશ મેળવી અવશ્ય વિજય પ્રાપ્ત કરી શકીશું. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ ના વડપણ હેઠળની રાજ્ય સરકાર વૈશ્વિક મહામારી કોરોનાવાયરસ ને પરાસ્ત કરવા માટે શ્રેણીબદ્ધ પગલાં ભરીને સૌ નાગરિકોને સુરક્ષિત રાખવા અથાક પરિશ્રમ કરી રહી છે.-  જીતુભાઇ વાઘાણી
  • ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશભરમાં કોરોનાવાયરસના સંક્રમણને અટકાવવા અને કોરોના મહામારી સામે વિજય પ્રાપ્ત કરવા દેશવાસીઓના હિતમાં રાષ્ટ્રીય લોકડાઉનને ૩ મે સુધી લંબાવવાના કરાયેલ નિર્ણયને સહર્ષ આવકાર્યો હતો અને સૌ ગુજરાતવાસીઓને આ અતિસંવેદનશીલ સમયમાં લોકડાઉનના નિયમોનું સંપૂર્ણપણે ચુસ્ત પાલન કરવા સહૃદય અપીલ કરી હતી.

Leave a Response

error: Content is protected !!