વિકાસની વાત

બજાર જેવી જ હવે ઘરે બનાવો આ વાનગી

101views

હરા ભરા કબાબ

સામગ્રી -એક કપ પાલક
1/2કપ લીલા વટાણા
1/2કપ ફણસી
1/2કપ કેપ્સિકમ
આઠ થી ૧૦ કળી લસણ
બે લીલા મરચા
બે બાફેલા બટેટા
બે ચમચી કોર્ન ફ્લોર
ચાર થી પાંચ ચમચી બ્રેડ ક્રમ્સ
1/2ચમચી જીરા પાવડર
1/2ચમચી મરી પાવડર
1/2ચમચી મરચા પાવડર
1/2ચમચી આમચૂર પાવડર
ચપટી હળદર
સ્વાદ અનુસાર મીઠુ
તેલ તળવા માટે
સર્વ કરવા માટે ટોમેટો સોસ

રીત –
સૌ પ્રથમ પાલક ને પાણી મા બાફી નિતારી ને અલગ કાઢી લેવી. ત્યાર બાદ એક પૅન મા બે ચમચી જેટલું તેલ લય તેમાં લસણ અને મરચા નાખી સોતરવા પછી તેમાં વટાણા, કેપ્સિકમ અને ફણસી નાખી થોડી વાર ચડવા દેવું.
પછી પાલક તેમજ ઉપર ના મિશ્રણ ને મિક્સર માં ક્રશ કરવું. તેને એક બાઉલ મા કાઢી તેમાં બટેટા, બ્રેડ ક્રમ્સ, કોર્ન ફ્લોર અને બધા મસાલા નાખી મિક્સ કરવું. મિશ્રણ ચોટે તો હજુ બ્રેડ ક્રમ્સ અથવા કોર્ન ફ્લોર ઉમેરવો. પછી હાથ મા તેલ લગાવી કબાબ બનાવી બ્રેડ ક્રમ્સ માં રગદોળી ને ગરમ તેલ માં મધ્યમ તાપે તળી સોસ સાથે સર્વ કરવા. તો તૈયાર છે હરા ભરા કબાબ. ઘરે જરૂર થી બનાવી કોમેન્ટ કરો અને સૅર કરો.

Leave a Response

error: Content is protected !!