વિકાસની વાત

જાણો કોણ છે ચૂંદડીવાળા માતાજી ? જેમણે છેલ્લા 78 વર્ષથી દાણો કે પાણીનો એક ઘૂંટ પણ નથી લીધો

1.71Kviews

  • ગત મદ્યરાત્રી ના 2. 45 કલાકે લીધા અંતિમ શ્વાસ
  • ચુંદડીવાળા માતાજી ઉર્ફે પ્રહલાદભાઈ જાનીનું  અવસાન
  • તેમના વતન ચરાડા ખાતે થયુ અવસાન.
  • છેલ્લા 80 વર્ષથી ચુંદડીવાળા માતાજી અન્ન જળ વગર જીવી રહ્યા હતા
  • તેમને 11 વર્ષની ઉંમરે જ અન્ન જળનો કર્યો હતો ત્યાગ
  • બુધવારે અંબાજીના ગબ્બર ખાતે તેમના આશ્રમ ખાતે અંતિમ દર્શન માટે લઈ જવાશે
  • ગબ્બરમાં તેમના આશ્રમ ખાતે 28 મે ગુરુવારે સવારે 8. 15 કલાકે ચુંદડીવાળા માતાજી ને સમાધી અપાશે

બુધવારે અંબાજીના ગબ્બર ખાતે તેમના આશ્રમ ખાતે અંતિમ દર્શન માટે લઈ જવાશે

જ્યારે આજે અને આવતીકાલે શ્રદ્ધાળુઓ ચુંદડીવાળા માતાજીના અંતિમ દર્શન કરીશકશે.ચુંદડીવાળા માતાજી ઉર્ફે પ્રહલાદ જાની છેલ્લા 80 વર્ષથી અન્નજળ વગર જીવી રહ્યા હતા.11 વર્ષની વયે તેમણે અન્નજળનો ત્યાગ કર્યો હતો.

અંબાજી પવિત્ર ધામ ખાતે બિરાજતા ચૂંદડીવાળા માતાજી પ્રહલાદ જાની માતાજી વિશે તેમની આધ્યાત્મિક શક્તિ વેશ અને છેલ્લા 78 વર્ષના આ વૃદ્ધ શરીર અનાજનો દાણો કે પાણીનો એક ઘૂંટ પણ ગ્રહણ કર્યા વગર એકવીસમી સદીમાં પહોંચેલા વિજ્ઞાન યુગ સામે કરે છે અનેક સવાલ અને જવાબ છે ફક્ત માં અંબા પ્રત્યેની અખૂટ શ્રદ્ધા..!!

પરંતુ શું તમે જાણો છો કે ગુજરાતમાં 86 વર્ષના પૂજ્ય પ્રહલાદ જાની ચૂંદડીવાળા માતાજી ફક્ત હવા લઈને જીવે છે અને પાણી પણ પીતા નથી..? પ્રહલાદ જાની ચૂંદડીવાળા માતાજી તરીકે પ્રખ્યાત છે. છેલ્લા 78 વર્ષથી ખાધા-પીધા વગર ફક્ત યોગની આધ્યાત્મિક શક્તિથી પોતાનું જીવન નિયમિત રીતે જીવે છે. દૈનિક પ્રવૃતિઓ બંધ કરવાને કારણે તબીબી વિજ્ઞાન માટે પ્રહલાદ જાની ચૂંદડીવાળા માતાજી એક પડકાર બની ગયા છે.

પ્રહલાદ જાની ચૂંદડીવાળા માતાજી વિશે લોકો સુધી આખીય વાત કેવી રીતે બહાર આવી…? આવો જાણીએ…

પ્રહલાદ જાની પર સંશોધન 2005-2006માં અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં શરૂ થયું હતું. વર્ષોથી પ્રહલાદ જાની જેમણે પોતાને અંબાજી માતાજીના ઉપાસક હોવાનો દાવો કર્યો હતો અને કહેવાય છે કે તેમણે પાણીની રસી મળી નથી..? આવી પડકારજનક વાતો સાંભળીને વિજ્ઞાન જગતે ચૂંદડીવાળા માતાજી પ્રહલાજ જાની ઉપર વિવિધ પ્રયોગો કરીને જાણકારી મેળવવાનો અને સત્ય શું છે તેનો અભ્યાસ શરૂ કર્યો હતો. અનેક દિવસો સુધી ડોક્ટરોની એક મોટી ટીમ દ્વારા કેમેરા રેકોડિંગ સાથે જુદા જુદા સંશોધન કરવામાં આવ્યા હતા.

પાણી-અન્ન ખાધા વિના અને મળ-મૂત્રનો ત્યાગ કર્યા વગર સતત 86 વર્ષથી સ્વસ્થ જીવન જીવતા પ્રહ્લાદ જાની (ચૂંદડીવાળા માતાજી) પર 1942થી મેડિકલ ટેસ્ટ થઈ રહ્યા છે પરંતુ તેમની આ અલૌકિક શક્તિનું રહસ્ય તબીબો હજુ સુધી જાણી શક્યા નથી. 78 વર્ષથી પાણી-અન્ન ખાધા વગર જીવન જીવતા 86 વર્ષીય ચૂંદડીવાળા માતાજી પર હાલમાં જ ભારતના ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન અને અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલના નિષ્ણાત તબીબો તથા વૈજ્ઞાનિકોએ પરિક્ષણ કર્યું હતું.

શું કહે છે વિજ્ઞાન જગત..??

ડોક્ટરોનું માનવું છે કે કોઈપણ પુખ્ત વયના તંદુરસ્ત વ્યક્તિ ખાધા-પીધા વગર 30થી 40 દિવસ જીવી શકે છે. પરંતુ પાણી વિના પાંચ દિનવસથી વધુ જીવવું શક્ય નથી. અને છેલ્લા 78 વર્ષથી કોઈ 86 વર્ષનું શરીર તંદુરસ્તી સાથે કેવી રીતે હરીફરી શકે અને પોતાનું નિત્યક્રમ કરી શકે જે સામાન્ય વ્યક્તિ ખોરાક અને પાણી લઈને કરતો હોય છે તે પ્રહલાદ જાની ફક્ત હવા અને યોગ દ્વારા આટલાં તંદુરસ્ત કેવી રીતે હોઈ શકે..!

આખરે વિજ્ઞાન અને આધ્યાત્મિક વચ્ચે અટવાયેલા આ સવાલ શુંખલાનો હલ કરવાને બદલે વિજ્ઞાન પણ વધુને વધુ ફસાઈ રહી હતી. પ્રહલાદ જાનીના જણાવ્યા અનુસાર, અન્ય દેશોના ઘણા ડોક્ટરો પણ તેમને બોલાવીને સંશોધન કરવા માંગે છે, પરંતુ તેઓ પોતાનો દેશ છોડીને બહાર જવાની ઈચ્છા રાખતા નથી.

પ્રહલાદ જાની આ વિશે શું કહે છે?

મહેસાણા જિલ્લાના ચરાડા ગામના વતની પ્રહલાદ જાની, જ્યારે 12 વર્ષના હતા. ત્યારે કેટલાંક સાધુઓએ તેમને તેમની સાથે આવવા જણાવ્યું હતું. જાની કહે છે કે, તે સમયે તેઓ સાધુઓને ના પાડી દીધી હતી. લગભગ 6 મહિના પછી ત્રણ છોકરીઓ જેમને તેઓ દેવી શક્તિ માને છે જે એક સ્વરૂપમાં આવી હતી. તેઓ પ્રહલાદ જાની પાસે આવી અને તેમની આંગળી ઉપર તેમની જીભ ફેરવી ગયા. ટીબીગ્રસ્ત પ્રહલાદ જાનીનું શરીર આજદિન સુધી ખોરાક-પાણી લીધા વગર જીવે છે. તેઓને ક્યારેય તરસ કે ભૂખ લાગતી નથી.

પ્રહ્લાદ જાની (માતાજી)એ વધુમાં જણાવ્યું હતું કે તેઓ જ્યારે 18 વર્ષના હતા ત્યારે માતાજીએ તેમની જીભ પર આંગળી મૂકી હતી. ત્યારબાદ તેમના તાળવામાંથી અમીરસ ઝરવા માંડયો હતો અને ત્યારબાદ તેમને અન્ન કે પાણી પીવાની જરૂરત જ લાગી ન હતી. ત્યારથી પાણી અને અન્નનો ત્યાગ કરી મહાબળેશ્વર તેમજ ગિરનારનાં જંગલોમાં તપસ્યા કરવા માટે જતા રહ્યા હતા.

સેનાના જવાનોને પણ મદદરૂપ થવાની ઇચ્છા પ્રહ્લાદ જાની (માતાજી)ની ઇચ્છા એવી છે કે તેમની જે અલૌકિક શક્તિ છે તે ભારતીય સેનાને પણ મળવી જોઈએ. લાંબા સમય સુધી ખાધા-પીધા વગર તંદુરસ્ત રહેવાની માતાજીની જે શક્તિ છે તે અંગે જો સંશોધન થાય અને તેનો લાભ સૈનિકોને મળે તો ભારતની સેના વિશ્વની કોઈપણ સેનાને હરાવી શકે એમ છે.

અને આજ કારણ છે કે ખોરાક-પાણીને લીધે પણ મળ અને મૂત્રની રચના થતી નથી. તેમણે યોગ દ્વારા મળ અને મૂત્ર જેવી દૈનિક પ્રવૃતિઓ બંધ કરી દીધી છે.

અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલના ન્યુરોફિઝિશિયન ડો. સુધીર શાહ જણાવે છે કે જાનીના મૂત્રાશયમાં પેશાબ બને છે, પરંતુ વિજ્ઞાન હજી પણ તે ક્યાં ગાયબ થઈ જાય છે શોધવામાં નિષ્ફળ સાબિત થયું છે. આખરે આજદિન સુધી 86 વર્ષના પ્રહલાદ જાની એટલે ચૂંદડીવાળા માતાજી માં અંબાના જાપ અને તપ સાથે તંદુરસ્તથી જીવે છે, એ એક ચમત્કારને વિજ્ઞાને પણ માનવો પડ્યો છે.

કોણ છે ચુંદડીવાળા માતાજી?

અંબાજી ગબ્બર ઉપર રહીને છેલ્લા 76 વર્ષથી અન્નજળ ત્યાગ કરીને પ્રહલાદભાઇ મગનલાલ જાની ચુંદડીવાળા માતાજીના નામથી ભિકત કરી રહ્યા છે. છ ભાઇઓ, એક બહેન સહિત 25થી 30 વ્યક્તિઓના જાની પરિવારના મોભી ચુંદડીવાળા માતાજી છે. ચુંદડીવાળા માતાજી પ્રહલાદભાઈ જાનીએ બાલ્ય અવસ્થામાં 14 વર્ષની ઉંમરે સંસાર ત્યાગની સાથે અન્ન-જળનો ત્યાગ કર્યો હતો. અને હાલમા આ મહાન વિભૂતિ ચુંદડીવાળા માતાજીની ઉંમર 88 વર્ષની છે.

માતાજીનું મૂળ ચરાડા ગામ તાલુકો માણસાના વતની ચુંદડીવાળા માતાજી ની સમગ્ર દેશની સાથે ડૉક્ટરો અને વૈજ્ઞાનિકો પણ હેરાન છે. તેનું કારણ આ ચુંદડીવાળા માતાજી એ છેલ્લા 76 વર્ષથી નથી ખાધું કે નથી પીધું આ મહાન વિભૂતિ ખાધા પીધા વગર હવા ખાઇને રહેતા હોય તેમ લાગે છે. આ ચુંદડી વાળા માતાજી ની વેશભૂષાથી જાણવા મળે છે કે તે એક સંન્યાસી જોવા મળે છે. આ ચુંદડીવાળા માતાજી નું મહાત્યાં એટલું છે કે લોકો દૂર-દૂરથી આવે છે સફેદ દાઢી અને નાકમાં નથણી પહેરેલ અને લાલ કપડામાં સજ્જ ચુંદડીવાળા માતાજી નો પહેરવેશ છે.

સૌજન્ય – સંદેશ

Leave a Response

error: Content is protected !!