રાજનીતિ

મમતાએ શરૂ કરી હત્યાની રાજનીતિ, ભાજપના કાર્યકર્તાઓની આંખો કાઢીને કરાઈ હત્યા.. માનવતાની હદ પાર..

135views

પશ્ચિમ બંગાળમાં રાજનીતિમાં માનવતાની હદ પાર થઈ ગઈ છે. મમતા દીદી ઘણા દિવસથી હત્યાની રાજનીતિ શરૂ કરી દીધી છે. ચૂંટણી પુરી થયા પછી પણ ભાજપના કાર્યકર્તાની હત્યાનો સિલસિલો ચાલુ છે. હવે તો મમતા સરકારે હદ વટાવી છે. ભાજપના કાર્યકર્તાઓની આંખો કાઢી લેવામાં આવી છે. બંગાળને પાકિસ્તાન બનાવવા માટે મમતા દીદી તમામ પ્રયત્ન કરી રહી છે. આજ સુધી રાજનીતિ શબ્દોના પ્રહારો દ્વારા થતી હવે બંગાળમાં લોહીયાળ ખેલ રમાઈ રહ્યો છે.

ભાજપના ઝંડા ન ઉતાર્યા માટે ત્રણ ભાજપ કાર્યકરોની હત્યા

લોકસભાનાં પરિણામમાં જનતાએ ભાજપ તરફી મતદાન કરી મમતાને જોરદાર તમાચો માર્યો છે. પશ્ચિમ બંગાળમાં ૪૨ બેઠકોમાંથી ભાજપે ૧૮ બેઠકો જીતી મમતાનો ગઢ હલાવી દીધો. આ ઉપરાંત સમગ્ર દેશમાં ભાજપને ભવ્ય પ્રતિસાદ મળતા મમતા સહિત તમામ વિપક્ષીઓનું રાજકીય જીવન દાવ પર લાગ્યું છે. માટે જ વિપક્ષી પાર્ટીનાં નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યાં છે. પશ્ચિમ બંગાળની વાત કરીએ તો હાલમાં જ મમતાની તૃણમુલ કોંગ્રેસ સાથે છેડો ફાડી પાંચ ધારાસભ્યો અને 100 થી વધુ નગરસેવકો ભાજપમાં જોડાયા. સ્થાનિક સ્વરાજથી લઈને લોકસભા સુધી મમતા હવે દરેક દિવસે પાછા પડતા જાય છે. આ બધી સ્થિતિ જોઇને મમતા બેનરજીએ પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણીમાં જીતેલા ભાજપ સાંસદોને જીતનો ઉત્સવ ઉજવવા અને રોડ શો કરવાની મનાઈ કરી દીધી. ભાજપ સાંસદોએ અને સ્થાનિક નેતાઓએ કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર વિજય ઉત્સવ જવવાની તૈયારી કરી. ૨૪ પરગણા જિલ્લાનાં નાઝટ વિસ્તારમાં ભાજપ કાર્યકરોએ ભાજપના ઝંડા લગાવ્યાં ત્યાં જ તૃણમુલ કાર્યકરો ભાજપના ઝંડા ઉતારવા હિંસા પર ઉતરી આવ્યાં. આ હિંસામાં ભાજપના ત્રણ અને તૃણમુલનાં એક કાર્યકરની હત્યા થઇ.

ભાજપના મુકુલ રોયે મમતાને જવાબદાર ગણાવ્યાં, ગૃહપ્રધાન અમિત શાહને  રજૂઆત

શનિવારે ૨૪ પરગણા જિલ્લામાં તૃણમુલ કાર્યકરો દ્વારા ત્રણ ભાજપ કાર્યકરોની હત્યા બાદ ભાજપમાં મમતા પ્રત્યે રોષ ભભૂકી ઉઠ્યો છે. ભાજપ નેતા મુકુલ રોયે આ ઘટના માટે મુખ્યપ્રધાન મમતા બેનરજીને જવાબદાર ગણાવી એમના પર નિશાન સાધ્યું છે. આ ઘટના અંગે મમતા પર પ્રહાર કરતા ટ્વીટ કરીને તેમણે લખ્યું, “બંગાળમાં ભાજપ કાર્યકરોની હત્યા માટે મમતા બેનરજી જવાબદાર છે. અમે આ ઘટનાને લઈને ગૃહપ્રધાન અમિત શાહ પાસે રજૂઆત કરીશું”

Leave a Response

error: Content is protected !!