જાણવા જેવુ

બગ: વોટ્સઅપનું ‘ક્લિક ટુ ચેટ’ ફિચર ઉપયોગ કરતા પહેલા સાવધાન,તમારો નંબર ગુગલમાં વાઈરલ થઈ શકે

773views

સોશિયલ મેસેજિંગ સર્વિસ વ્હોટ્સએપમાં તાજેતરમાં જ અઢળક ફીચર્સ સામેલ થયાં છે પરંતુ હવે તેનાં એક ફીચરમાં બગ જોવા મળ્યો છે. વ્હોટ્સએપનાં ‘ક્લિક ટુ ચેટ ફીચર’માં બગ જોવા મળ્યો છે. તેનાંથી યુઝર્સના વ્હોટ્સએપ નંબર સરળતાથી ગૂગલ કરી શોધી શકાય છે. ઈન્ડિપેન્ડન્ટ સાઈબર સિક્યોરિટી રિસર્ચર અથુલ જયરામે આ ખામી શોધી છે.

‘ક્લિક ટુ ચેટ ફીચર’માં બગ
અથુલે તેનાં બ્લોગમાં વ્હોટ્સએપનાં ‘ક્લિક ટુ ચેટ ફીચર’માં બગ હોવાની વાત કરી છે. આ ફીચરની મદદથી યુઝર અન્ય યુઝરને ચેટ લિંક શેર કરી શકે છે. કોઈ યુઝર પાસે અન્ય મોબાઈલ નંબર સેવ ન હોય તો પણ ચેટ કરી શકાય છે અને લિંક જનરેટ કર્યા બાદ એક વેબસાઈટથી ચેટ કરી શકાય છે. આ લિંકમાં યુઝરનો મોબાઈલ નંબર ઈન્ક્રિપ્ટેડ રહેતો નથી. આ ફીચરનો ઉપયોગ મોબાઈલ નંબર પ્રાઈવસી માટે કરવામાં આવે છે અને તેમાં જ ખામી જોવા મળી છે. જે સરળતાથી ગૂગલ પર યુઝરનો મોબાઈલ નંબર બતાવે છે.

જયરામના જણાવ્યા અનુસાર, યુઝરનો મોબાઈલ નંબર https://wa.me/ લિંક પર હેકર્સ સરળતાથી શોધી શકે છે. અથુલે પોતે 3 લાખ મોબાઈલ નંબરનું લિસ્ટ મેળવ્યું છે. જોકે, આ બગમાં માત્ર યુઝરનો મોબાઈલ નંબર એક ટેક્સ્ટ ફાઈલમાં જોઈ શકાય છે યુઝરની અન્ય માહિતી હેકર્સ જોઈ શકતા નથી.

ઓપન વેબમાં ડેટા લીક
આ બગ અમેરિકા, ભારત, ઈંગ્લેન્ડ સહિતના દેશોના યુઝર્સના વ્હોટ્સએપમાં જોવા મળ્યો છે. આ બગથી મોટું જોખમ એ છે કે તેનાથી ડાર્ક વેબને બદલે ઓપન વેબમાં જ ડેટા લીક થઈ રહ્યો છે. તેની મદદથી હેકર્સ આધાર કાર્ડ, ક્રેડિટ/ડેબિટ કાર્ડ અને બેંક અકાઉન્ટ હેક કરી સ્કેમ કરી શકે છે.

Leave a Response

error: Content is protected !!