રાજનીતિ

ભાજપના સાંસદોની પાઠશાળામાં પહેલા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પક્ષના અધ્યક્ષ અમિત શાહ, નડ્ડા અને ગેહલોતે લીધા સાંસદોએ લીધાં ક્લાસ

138views

ભાજપે પક્ષના સાંસદો માટે શનિવરો બે દિવસીય તાલીમ કાર્યક્રમ ‘અભ્યાસ વર્ગ’નું આયોજન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ સંસદના પુસ્તકાલય ભવનમાં તેનું ઉદ્ઘાટન કર્યુંઅને કહ્યું કે, ભાજપની એક ખાસ વિચારધારા છે અને આ વિચારધારાને કારણે જ પક્ષ આગળ વધ્યો છે. ભાજપ અહીં-તહીંથી ઉઠાવેલી વિચારધારાથી બનેલો પક્ષ નથી. મોદીએ કહ્યું કે,સાંસદ તરીકે કાર્યકરો સાથે સતત સંપર્કમાં રહો. ફક્ત ચૂંટણી વખતે જ નહીં, પરંતુ સમગ્ર કાર્યકાળમાં તેમની વાત સાંભળતા રહો. પોતાના સંસદીય ક્ષેત્ર સાથે જોડાયેલા મુદ્દાને સંસદમાંઉઠાવતા રહો અને સંસદીય પ્રક્રિયામાં ભાગીદાર બનો. અભ્યાસ વર્ગને ગૃહ મંત્રી અને પક્ષ અધ્યક્ષ અમિત શાહ અને કાર્યકારી અધ્યક્ષ જે. પી. નડ્ડાએ પણ સંબોધિત કર્યો હતો. આ પ્રસંગેનાણા મંત્રી નિર્મલા સીતારામન, સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી તેમજ સામાજિક ન્યાયમંત્રી અશોકચંદ ગેહલોત સહિત તમામ સાંસદ હાજર હતા.

સાંસદોની દિવસમાં બે વાર હાજરી પૂરવામાં આવે છે
ભાજપે શિબિર માટે લોકસભાના તમામ 303 અને રાજ્યસભાના 78 સાંસદની હાજરી ફરજિયાત કરી છે. આ માટે બે દિવસ સવારે અને ભોજન પછી પણ હાજરી પૂરાઈ રહી છે. કારણ કે,કયા સાંસદ હાજર રહ્યા અને કોણ ગેરહાજર રહ્યા તેની પક્ષ નોંધ રાખવા માંગે છે. પીએમ મોદી અગાઉ અનેક બેઠકોમાં સાંસદોની ગેરહાજરી મુદ્દે નારાજગી જતાવી ચૂક્યા છે.

પીએમ મોદી બે દિવસ શિબિરમાં હાજરી આપશે

ઉદ્ઘાટન સત્રને પીએમ મોદીએ સંબોધિત કર્યું હતું. ત્યાર પછી ‘હમારા વિચાર નયે ભારત કી સંકલ્પના’ વિષય પર સવા કલાક સુધી આ સત્રના કાર્યકારી અધ્યક્ષ જે. પી. નડ્ડાએસંબોધન કર્યું હતું. સાંસદોના ભંડોળને યોગ્ય રીતે ઉપયોગ કરવા પર સંસદીય કાર્ય રાજ્ય મંત્રી અર્જુનરામ મેઘવાલે વર્ગ લીધો હતો. આ બંને દિવસ પીએમ મોદી હાજર રહેશે.

ન્યૂ ઈન્ડિયા, સાંસદ નિધિ, નમો એપ, સંગઠન, સોશિયલ મીડિયા જેવા વિષયો ભણી રહ્યા છે સાંસદ

ભાજપ સાંસદોની બે દિવસીય શિબિરમાં સાત સત્ર રખાયા છે. તેમાં ભાજપ સાંસદો પોતાના અધિકારો, સાંસદ તરીકેના કામ, ચર્ચા અને પ્રશ્ન પૂછવામાં સારું પ્રદર્શન કરવાના હેતુથી તાલીમલઈ રહ્યા છે. આ ઉપરાંત તેમને ન્યૂ ઈન્ડિયા, સોશિયલ મીડિયા, સંસદીય પ્રક્રિયા, સફળ સાંસદોના અનુભવ અને સંગઠન, સામૂહિક ચર્ચા અને દેશના રાજકારણ જેવા વિષયો પણ શીખવાઈ  રહ્યા છે.

Leave a Response

error: Content is protected !!