રાજનીતિ

ભાજપ પુર્વ અધ્યક્ષએ હોસ્પિટલમાં લીધાં અંતિમ શ્વાસ

109views

દિલ્હી ભાજપના પૂર્વ અધ્યક્ષ, ધારાસભ્ય અને વરિષ્ઠ સંઘ સહયોગી મંગે રામ ગર્ગનું કોઈ બીમારી અર્થે દિલ્હીની બાલાજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. રવિવારે સવારે સાડા સાત વાગ્યે તેમણે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધાં હતાં.

મંગ રામ ગર્ગ 2003મા દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પ્રથમવાર જીત મેળવી ધારા સભ્ય બન્યા હતાં. લોકસભા ચૂંટણી 2019માં દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસ વિરુદ્ધ ભાજપને મજબૂત કરવા માટે રામ ગર્ગ મહત્વની જવાબદારી નિભાવી હતી. લોકસભા ચૂંટણી પ્રચારને આગળ વધારવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી ભાજપના નેતાઓને મહત્વની જવાબદારી સોંપી હતી.જેમ રામ ગર્ગનું નામ પણ સામેલ કરવામાં આવ્યુ હતું.

ગર્ગમાં ચૂંટણી જીતવાની અદ્ભૂત કળા હતી. તેઓ રાજકીય જીવનમાં ઓછી ભૂલો કરતા. તેમણે દિલ્હીમાં એમસીડી ચૂંટણીનું નેતૃત્વ કર્યું હતું. અને જીત પણ અપાવી હતી. ગર્ગને ડાયરી લખવાનો ઘણો જ શોખ હતો. તેઓ દરરોજ ડાયરી લખતા હતાં.

Shri Mange Ram Garg Ji had a deep connect with Delhi and that was seen in the manner in which he selflessly served the people of the city. He played a pivotal role in strengthening BJP in Delhi. His demise is saddening. My thoughts are with his family and supporters. Om Shanti. – PM tweet

Leave a Response

error: Content is protected !!