Corona Update

ભારતના સ્વાસ્થય સુધારા માટે અધધધ…500 મીલિયન ડોલરનો કરાર, જાણો કોણે કર્યો અને શું થશે ફાયદો

1.01Kviews

ભારત સરકાર અને એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંક વચ્ચે કોરોના ના ઈમરજન્સી રીસ્પોન્સ તથા હેલ્થ સીસ્ટમ સુધારા અર્થે આજે 500 મીલીયન યુએસ ડોલર નો કરાર થયેલ છે.

ભારતીય પ્રજા ને કોવિડ19 વિરુધ્ધ ની લડાઈ મા મજબુતી અર્પવા અને ભારતીયો ના સ્વાસ્થ્ય સુધાર અર્થે આ કરાર કરવામા આવેલ છે.

હેલ્થ સેક્ટર ક્ષેત્રે ભારત ને મદદ કરનાર આ પ્રથમ બેંક છે, આ મદદ થી ભારત ના તમામ રાજ્યો , યુનીયન ટેરીટરી, ઈનફેક્ટેડ લોકો, હાઈ રીસ્ક વાળા એરીયા, મેડીકલ ક્ષેત્રના લોકો ને મદદ કરવામા આવશે એવુ નાણામંત્રી શ્રીમતી નિર્મલા સિતારમને જાહેર કર્યું છે.

ભારત સરકાર દ્વારા આ રકમ નો ઉપયોગ કોરોના સામે ની લડાઈ લડવામાં અને કોરોના ને નાબુદ કરવામા વાપરવામાં આવશે એવી સ્પષ્ટતા કરવામા આવી છે.

આ પ્રોજેક્ટ થકી ભારત ની કોરોના વિરુધ્ધની લડાઈ ને જબરજસ્ત પ્રોત્સાહક બળ મળશે તે નિશ્ચિત છે.

Leave a Response

error: Content is protected !!