જાણવા જેવુરાજનીતિ

શું તમે ભારત રત્નનો ઈતિહાસ જાણો છો???

247views

ભારત રત્ન દેશનો સર્વોચ્ચ નાગરિક પૂરસ્કાર છે. જે અસાધારણ રાષ્ટ્રીય સેવા બદલ આપવામાં આવે છે. આજ રોજ મોદી સરકારે 70માં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા પર 25 જાન્યુઆરી 2019ના રોજ જાહેરાત કરી હતી. જેમાં દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, ભારતીય જનસંઘના વિચારક અને ભારતીય જનતા પાર્ટીના સંસ્થાપક સભ્યોમાંથી એક નાનાજી દેશમુખ અને પ્રસિદ્ધ આસામી કવિ અને સંગીતકાર ભૂપેન હજારિકાને ભારત રત્નથી સમ્માનિત કર્યા

ભારત રત્ન માટે નામ કોણ જાહેર કરે છે?

જે વ્યક્તિઓને ભારત રત્ન આપવાનું છે તે લોકોનાં નામ વડા પ્રધાન દ્વારા મોકલવામાં આવે છે. ભારતના વડા પ્રધાન તે નામો રાષ્ટ્રપતિને મોકલે છે. રાષ્ટ્રપતિ ભારત રત્ન એનાયત કરવા અંગે અંતિમ નિર્ણય લે છે.

ભારત રત્નનો ઇતિહાસ

ભારત રત્ન એનાયત કરવાની પરંપરા 2 જાન્યુઆરી, 1954 ના રોજ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદ દ્વારા શરૂ કરવામાં આવી હતી. શરૂઆતમાં, આ સન્માન સાહિત્ય, કલા, વિજ્ઞાન અને સામાજિક ક્ષેત્રમાં વ્યક્તિના તેમના વિશેષ યોગદાન માટે આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ કોઈપણ ક્ષેત્રમાં દેશ માટે ફાળો આપવાને ભારત રત્ન આપવાનું શરૂ થયુ. દર વર્ષે ત્રણ લોકોને આ સન્માન આપવામાં આવે છે. જો કે, દર વર્ષે આ સન્માન આપવામાં આવે તે જરૂરી નથી. શરૂઆતમાં મરણોત્તર ભારત રત્ન આપવાની કોઈ જોગવાઈ નહોતી. બાદમાં આ જોગવાઈનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો

 

Leave a Response

error: Content is protected !!