રાજનીતિ

ભારતીય સેનાની તાકાતમાં વધારો કરતી મોદી સરકાર, 300 કરોડના નવા હથિયાર મળશે

212views

ભારતીય સેનાને ‘સ્પેશિયલ પાવર’, 300 કરોડ સુધીના હથિયાર ખરીદી શકશે.

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ભારતીય સેનાને તેમની તાત્કાલિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રૂપિયા 300 કરોડ સુધીના હથિયારો ખરીદવાની મંજૂરી આપી દીધી છે. લદ્દાખમાં ચીન સાથે ચાલી રહેલા તનાવને જોતા સરકારના આ પગલાને ખૂબ જ મહત્વનું માનવામાં આવી રહ્યું છે.

આવું પહેલી વાર બન્યુ હશે કે હથિયાર ખરીદવાની છુટ સેનાને છે. સેનાને માત્ર ખરીદ કિંમત માટેનું બજેટ આપી દેવાયું છે.
આ અંગે રક્ષામંત્રાલય તરફથી જણાવ્યું છે કે, આ ખરીદી સબંધિત હથિયારોની સંખ્યાને લઈને કોઈ મર્યાદા નક્કી કરવામાં નથી આવી. જરૂરિયાત પ્રમાણે 300 કરોડ રૂપિયાના હથિયાર ખરીદવાની છુટ આપી છે.

Leave a Response

error: Content is protected !!