રાજનીતિ

રૂવાંટા ઉભા કરી દે તેવી ઘટના : સાત માસના બાળક પર JCB ફરી વળ્યુ, માથાના બે ટુકટા થતા ઘટનાસ્થળે જ મોત

512views

ભરૂચની પાનોલી GIDCમાં એત્યંત કરૂણાંતિકા બની છે. પિતાની નજર સામે જ સાત મહિનાનના બાળકનું દુર્ઘટનામાં મોત થયું છે. જેમને પણ આ દ્રશ્ય જોયુ તેમના રુવાંટા ઉભા થઈ ગયા છે. સાત માસનું રમતુ બાળક અને માથાના કટકા થઈ જતા પરિવાર શોકમય છે. ભરૂચની પાનોલી GIDCમાં ખાતર બનાવતી કંપની મેસર્સ પુષ્પા જે. શાહમાં આ ઘટના બની હતી. પિતા કંપનીમાં મજુર તરીકે કામ કરતા હતા અને કેની સામે જ જેસીબી આવતુ હતુ પિતાએ કહ્ય કે જેસીબી ધીરે ચલાવો પણ ડ્રાઈવરે કાનમાં ઈયરફોન રાખ્યા હોવાથી તેને સંભળાયુ જ નહિ. જો કે ઘટના બાદ ડ્રાઈવર ભાગી છુટ્યો છે. આ અંગે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

આ ઘટનાની મળતી માહિતી, ભરૂચના પાનોલી જીઆઈડીસીમા જેસીબી નીચે કચડાઈ જવાથી 7 માસના બાળકનું મોત નીપજ્યું છે આ ઘટનામાં બીલવાડના રહેવાસી મુકેશભાઈ દીનાભાઈ મેસર્સ પુપ્ષા જે કંપનીમાં નોકરી કરે છે. મુકેશભાઈને સંતાનમાં એક દીકરી અને સાત મહિનાનું બાળક છે. મુકેશભાઈની પત્ની પણ મેસર્સ કંપનીમાં મજૂરીકામ કરે છે. તેમના પરિવાર કંપનીએ આપેલી એક ઓરડીમાં રહે છે. ત્યારે ગઈકાલે બપોરના સમયે તેમો બાળક કેમ્પસમાં રમતો હતો ત્યારે કંપનીનું જેસીબી મશીન માટી ભરવા માટે આવ્યું હતું.

ત્યારે જેસીબીના ડ્રાઈવર ઈલેશ ડામોર પૂરઝડપે મશીન હંકાર્યું હતું. આવામાં તેઓએ પાછળ પોતાનો દીકરો રમતો હોઈ જેસીબી ધીરેથી હંકારવા પણ ડ્રાઈવરને ટકોર કરી હતી. પરંતુ ડ્રાઈવર ઈયરફોન નાંખીને જેસીબી ચલાવતો હોવાથી તેણે સાંભળ્યું ન હતું. ડ્રાઈવરે જીસીબી હંકારીને બાળકને અડફેટે લીધો હતો. જેથી માસુમ બાળકના માથા પરથી જેસીબીનું ટાયર ફરી વળ્યું હતું.

સોર્સ – સંદેશ

Leave a Response

error: Content is protected !!