Corona Update

ભરૂચમાં ન હતો એક પણ કેસ, તમિલનાડુથી આવી તબલીગી જમાત અને 24 કલાકમાં 7 કેસ…!

ફોટો પ્રતિકારાત્મક છે.
340views
  •  કરે કોઈ અને ભરે કોઈ..! ભરૂચ જિલ્લામાં એક પણ કેસ ન હતા પણ તબલીગી જમાતને કરાણે 24 કલાકમાં જ 7 નવા કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે.
  • ભરૂચમાં  ઈખર ગામમાં તામિલનાડુ જમાતનાં ૫ લોકો, દેવલામાં હરિયાણા જમાતના ૨ વ્યક્તિ કોરોના પોઝિટિવ છે. 

જમાતના પોઝિટિવ દર્દીઓનોજિલ્લામાં ભ્રમણનો ઘટનાક્રમ

તમિલનાડુના જમાતીઓ ટ્રેન મારફતે અંકલેશ્વર આવ્યા બાદ બાય રોડ માર્ગે ભરૃચ આવી તા. ૧૨ થી ૧૭ માર્ચ મસ્જિદમાં રોકાયા હતા. તા. ૧૭ માર્ચે ઈખર રવાના થઈ ૨૨ માર્ચ સુધી ઈખરની મસ્જિદમાં રોકાયા હતા. તા. ૨૩ માર્ચે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તમામને આઈડેન્ટીફાઈડ કરી ઈખર ખાતે જ એક ખાલી મકાનમાં કવોરન્ટાઈન કરાયા હતા. તા. ૮ એપ્રિલે ૧૧ જમાતીના સેમ્પલો લેવાયા.

એવી જ રીતે હરિયાણા જમાતનાં ૧૩ લોકો સમગ્ર જંબુસર તાલુકાના ગામોમાં ફરી ૩૧ માર્ચે દેવલા ગામે આવ્યા હતા. જેઓની ઓળખ થતા દેવલામાં જ એક મકાનના અલગ અલગ રૃમમાં આ ૧૩ જમાતીને રખાયા હતા. જે પૈકી રીપોર્ટમાં ૨ પોઝિટીવ આવ્યા છે. હરિયાણાની જમાતનાં ૧૩ અને તમિલનાડુ જમાતનાં ૧૧ જમાતીઓ અંકલેશ્વર, ભરૃચ, ઈખર તેમજ જંબુસર તાલુકાના અન્ય ગામો અને દેવલામાં ફર્યા હોવાથી આરોગ્ય વિભાગની ટીમ આ ગામોમાં પણ સર્વેની કામગીરી હાથ ધરશે.

દરગાહ સામે કરાય ફરિયાદ 

ભરુચ  આમોદમાં શબેબારાત માટે ઈબાદત કરવા માટે દરગાહ ઉપર ભેગા થયેલા ૧૦ લોકો સામે ફરિયાદ કરી છે. આમોદમાં દલાલ પાસે ગેબનશાહ બાવાની દરગાહ આવેલી છે. મુસ્લિમોના ધર્મમાં શબેબારાતની ઈબાદત કરવા માટે સાંજના સમયે લોકો ભેગા થયા હતા.જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ચાલતી હોય અને તેને વૈશ્વિક મહામારી જાહેર કરેલી હોય ત્યારે ભરૃચ જિલ્લા કલેકટરે કોરોના જેવી મહામારી રોકવા માટે જાહેરનામું બહાર પાડયું હતું. જેથી હુકાનમો ભંગ કરવા બદલ આમોદ પોલીસે ગેબનશાહ બાવાની દરગાહમાં ભેગા થયેલા ૧૦ લોકો સામે ફ્રિયાદ નોંધી હતી.

Leave a Response

error: Content is protected !!