રાજનીતિ

ભાજપની પ્રતિક્રિયા “અમને સુપ્રિમમાં ન્યાય મળશે”, જાણો ભુપેન્દ્રસિંહજી ‘બાપુ’ના કેસનું અતઃથી ઇતિ

1.34Kviews

શ્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા -ધોળકા મતક્ષેત્ર સંદર્ભમાં હાઈકોર્ટનાં ચુકાદા અંગે ભાજપ પ્રદેશ પ્રવક્તા શ્રી ભરત પંડયાની પ્રતિક્રિયા-

 

ગુજરાત ભાજપના સૌથી સિનિયર મંત્રી અને આગેવાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાની વિધાનસભાની ચૂંટણીમાં થયેલી જીતને હાઇકોર્ટે રદ્દ કરી દીધી છે. ‘બાપુ’ના હુલામણા નામથી ભાજપમાં એક સન્માનનીય વ્યક્તિ તરીકે ભુપેન્દ્રસિંહનું સ્થાન છે. શિક્ષણમંત્રી તરીકે સૌના ચહિતા ભુપેન્દ્રસિંહજી અનેક સેવાકીય કાર્યોમાં પણ આગળ જોવા મળે છે.

સંગઠન અને સરકારમાં કામગીરી
71 વર્ષની વયના ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ગુજરાત ભાજપમાં છેલ્લા ૩૦ વર્ષ કરતાં વધુ સમયથી સક્રિય રીતે કામ કરી કરતા આવ્યા છે. તેઓ એક શાંત સૌમ્ય અને સિનિયર આગેવાનો તરીકેની છાપ ધરાવે છે. 30 વર્ષની પોતાની રાજકીય કારકિર્દીમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ભાજપ સંગઠનથી માંડીને સરકારમાં અનેક હોદ્દાઓ અને મંત્રી પદ પર રહ્યા છે.

30 વર્ષથી મંત્રીપદે
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા 1990થી મંત્રી પદે રહ્યા હતા. જ્યારે 2019ની વિધાનસભાની ચૂંટણીમાં ધોળકા વિધાનસભામાંથી ચૂંટાયા બાદ તેઓ પ્રથમ વખત શિક્ષણ મંત્રી અને કાયદા મંત્રી બન્યા હતા. વર્તમાન સરકારમાં શિક્ષણ મંત્રી બન્યા બાદ ભુપેન્દ્રસિંહ ચુડાસમા સામે અનેક વિવાદો અને આરોપો થયા હતા.

ચુડાસમા ડેમેજ કંટ્રોલર
ભૂતકાળમાં કેશુભાઇ પટેલની સરકાર હોય નરેન્દ્ર મોદીની સરકાર હોય કે આનંદીબેનની સરકાર હોય બધી જ સરકારોમાં એક ડેમેજ કંટ્રોલર ની સાથે સંગઠન અને સરકારનો વ્યવસ્થિત સમન્વય રાખવામાં ભુપેન્દ્રસિંહનો સૌથી મોટો ફાળો રહેલો છે.

જાણો શું છે આખો વિવાદ  ?

વિધાનસભાનીની ચૂંટણીનાં પરિણમામમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ 327 મતે કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ સામે વિજયી જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે કૉંગ્રેસએ આ જીત ને હાઇકોર્ટમાં પડકારી હતી. બીજી તરફ ચૂંટણી પંચે પણ સ્વીકાર્યું હતું કે, ધોળકા બેઠકની મતગણતરીમાં ગફલત થઈ છે અને તેણે ગુજરાત સરકારને ધોળકાના રિટર્નિંગ ઓફિસર ધવલ જાની અને ઓર્બ્ઝવર આઈએએસ વિનીતા બોહરા સામે સખત પગલા લેવા પણ જણાવ્યું હતું.

આચારસંહિતા હતી ત્યારે જ ભૂપેન્દ્ર ચુડાસમાને ફાયદો કરાવવા માટે ડે. કલેક્ટર તરીકે ગૌરાંગ પ્રજાપતિને બદલીને તેમના સ્થાને ધવલ જાનીની નિમણૂક કરવામાં આવી હતી. જોકે આ મતગણતરીમાં બેલેટ પેપરોની ગણતરી કરવામાં ના આવી હોવાનો વિવાદ ઊભો થયો હતો. અશ્વિન રાઠોડે ફરિયાદ માં જણાવ્યું હતું કે, 429 જેટલા બેલેટપેપરો કે જેમાં મોટા ભાગના તેમના તરફે મત હતા તેને ધ્યાને લેવામાં આવ્યા ન હતા. ચૂંટણી પંચના નિયમ પ્રમાણે ઇવીએમની મતગણતરી પહેલા બેલેટપેપરની ગણતરી કરવાની જોગવાઈ છે. તેને બાજુએ મૂકીને ઇવીએમની મતગણતરી કરી દેવામાં આવી હતી.

Leave a Response

error: Content is protected !!