Corona Update

રાજ્યની તમામ યુનિવર્સિટીની અંતિમ વર્ષની પરિક્ષા હાલ મોકુફ, આવતીકાલની GTUની પરિક્ષાઓ નહિ લેવાઈ

663views

આજે મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્યમાં તમામ યુનિવસિર્ટીમાં અંતિમ વર્ષની પરીક્ષા યોજવાનો નિર્ણય લેવાયો હતો. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પરીક્ષા યોજવાની જાહેરાત કરી હતી.  જો કે સાંજ પડતા જ નિર્ણયને કેન્દ્રની ગાઈડલાઈનો હવાલો આપીને રદ્દ કરવામાં આવી છે. આવતી કાલથી ગુજરાત ટેક્નોલોજીક યુનિવર્સિટી (GTU)ની પરીક્ષા યોજાવાની હતી. પરતું તમામ પરીક્ષાઓ રદ્દ કરી દેવાઈ છે.

  • કોરોના ઓછો થતા પરિક્ષાની નવી તારીખ જાહેર થશે
  • આવતી કાલથી GTUની છેલ્લા વર્ષની પરીક્ષાઓનો પ્રારંભ થવાનો હતો અને 350 જેટલા સેન્ટર ખાતે પરીક્ષા લેવામાં આવનાર હતી.
  • કોરોનાને પગલે આરોગ્ય વિભાગ દ્વારા જારી કરાયેલી સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સેનિટાઈઝરની વ્યવસ્થા અને પોલીસ રક્ષણ સાથે પરીક્ષા લેવાનું નક્કી કરાયું હતું.-

Leave a Response

error: Content is protected !!