રાજનીતિ

સત્યમેવ જયતે : ભુપેન્દ્રસિંહ ચુડાસમાને સુપ્રિમ રાહત, ધોળકા બેઠક વિવાદ પર સુપ્રીમ કોર્ટમાંથી સ્ટે મળી ગયો

1.22Kviews

રાજ્યના કાયદા અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની 2017ની વિધાનસભા ચૂંટણીને ગુજરાત હાઇકોર્ટે રદ કરી હતી. જેને પગલે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. હાલ મુદ્દે ભૂપેન્દ્રસિંહને સુપ્રીમ કોર્ટમાંથી સ્ટે મળી ગયો છે. આ અરજી પર સુપ્રીમ કોર્ટ 15 એપ્રિલના રોજ સુનાવણી હાથ ધરાઈ હતી. આ કેસની મોહન એમ. શાંતાનાગોદર અને આર.સુષાભ રેડ્ડીની ખંડપીઠ સુનાવણી હાથ ધરશે

આજે ધોળકા વિધાનસભા ચૂંટણી રદ્દ થવાના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને SCમાં અરજી કરી હતી, જં સંદર્ભે સુનાવણીમાં ચુડાસમાને મોટી રાહત મળી છે.

સુપ્રીમ કોર્ટમાં આજે મોહન શાંતનગોદાર, આર.સુભાષ રેડ્ડીની બેંચમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં હરીશ સાલ્વેએ ચુડાસમા તરફથી ધારદાર દલીલ કરી હતી. આ સિવાય નીરજ કિશન કૌલ પણ ચુડાસમા તરફથી દલીલ કરી રહ્યાં હતા. જ્યારે સામે પક્ષે કપિલ સિબ્બલ મેદાનમાં ઉતર્યા હતા.

આજે સુપ્રીમ કોર્ટમાં પોસ્ટલ બેલેટ સાથે છેડછાડ કરાઈ હોવાની ધારદાર દલીલો સાથે કપિલ સિબ્બલ મેદાનમાં ઉતર્યા હતા. તેમાં તેમણે પોતાની દલીલોમાં જણાવ્યું હતું કે, 2017ની ધોળકા વિધાનસભા ચૂંટણીમાં પોસ્ટલ બેલેટ સાથે છેડછાડ કરાઈ હતી. કાઉન્ટિંગ EVMથી શરૂ કરાયું હતું. મતગણતરીના 15 રાઉન્ડ સુધી પોસ્ટલ બેલેટ હાથમાં લેવાયા નહોતા. ફોર્મ 20 પર ROના હસ્તાક્ષર છે. ROએ ઓબ્ઝર્વેરને કહ્યું કોઈ બેલેટ રિજેક્ટ નથી થયા. તેમ છતાં 429 બેલેટ રિજેક્ટ કરાયા હતા

Leave a Response

error: Content is protected !!