રાજનીતિ

વર્લ્ડ કપ: ધવન પછી ટીમ ઈન્ડિયાને બીજુ મોટું નુકસાન, ભુવનેશ્વર 2-3 મેચમાંથી બહાર

113views

રવિવારે ઈંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં world-cup-2019ઈજાગ્રસ્ત થયો હતો.

પાકિસ્તાનની સામે બોલિંગ નાંખતી વખતે ભુવનેશ્વરના મસ્લસ ખેચાંયા જવાને કારણે તે મેચમાંથી બહાર થઈ હતો. ટીમ ઈન્ડિયાની જીત પછી કેપ્ટન વિરાટ કોહલીએ કરેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, ઈજાગ્રસ્ત હોવાને કારણે ભુવેનેશ્વર આગામી 2-3 મેચ નહીં રમી શકે. તેની જગ્યાએ ફાસ્ટ બોલર શમી આગમી બે મેચમાં હિસ્સો બનશે.

ભુવનેશ્વરની ઈજા ગંભીર હોવાનું ત્યારે જાણવા મળ્યું હતું જ્યારે તે તેની ત્રીજી ઓવર પણ પરી ન કરી શક્યો અને બે બોલ નાંખીને તે મેદાનમાંથી બહાર થઈ ગયો હતો. અને તેની જગ્યાએ વિજય શંકરે ઓવરના બાકીના બોલ નાંખ્યા હતા. ત્યારબાદ છેલ્લે રિપોર્ટ આવ્યો જેમાં જાણવા મળ્યું કે ભુવનેશ્વર હવે મેચમાં ફરી બોલિંગ નહીં કરી શકે.

ભારત-પાકિસ્તાનની મેચમાં ભારતની ઈનિંગ સમયે વરસાદ પડ્યો હતો. જે બાદ ભારતીય ટીમ બોલિંગ માટે ઉતરી હતી. પણ પીચ પર ભીનાશ હોવાને કારણે ભુવનેશ્વર કુમાર જ્યારે તેની ત્રીજી ઓવર નાખી રહ્યો હતો, ત્યારે તેના પગના સ્નાયુ ખેંચાઈ ગયા હતા. અને બે બોલ નાખીને તે રિટાયર્ટ હર્ટ થઈ ગયો હતો. અને તેના સ્થાને વિજય શંકરે ભુવીની ઓવર નાખી હતી.

વિરાટ કોહલીએ ભુવેનેશ્વરની ઈજા અંગે માહિતી આપી હતી. અને ઈન્ડિયન ફેન્સને ખરાબ સમાચાર આપતાં કહ્યું હતું કે, સ્નાયુ ખેંચાઈ જવાને કારણે ભુવનેશ્વર આગામી 2-3 મેચ રમી શકશે નહીં. હવે ભુવી ટીમમાંથી બહાર થઈ જતાં શમીને ટીમમાં સ્થાન મળી શકે છે. પરંતુ તેઓ આ ટૂર્નામેન્ટ દરમિયાન કોઈ પણ સમયે ટીમમાં પાછા જોડાઈ જશે. તે અમારા માટે ખૂબ મહત્વના બોલર છે.

કોહલીએ કહ્યું કે, શમી ટીમમાં જગ્યા મેળવવા માટે ખૂબ ઉત્સુક છે. ભારતની આગામી ત્રણ મેચ અફઘાનિસ્તાન સામે (22 જૂન), વેસ્ટઈન્ડિઝ સામે (27 જૂન) અને ઈંગ્લેન્ડ સામે (30 જૂન)ના રોજ છે. આ સંજોગોમાં ટીમ ઈન્ડિયા માટે આ બીજુ મોટું નુકસાન છે. શિખર ધવન પહેલેથી જ અંગુઠામાં ફ્રેક્ચર થયું હોવાથી ટીમની બહાર છે.

Leave a Response

error: Content is protected !!