જાણવા જેવુરાજનીતિ

નાની ઉમરમાં મોટી સિદ્ધિ: જય શાહની BCCIના સચિવ તરીકે પસંદગી

105views

 “મોરના ઈંડા ચીતરવા ન પડે” એ કહેવત ચરિતાર્થ કરી છે ગૃહમંત્રી અમિત શાહના સુપુત્ર જય શાહે. તેઓ ગુજરાત ક્રિકેટ એશોસિયેશનના જોઈન્ટ સેક્રેટરી રહી ખુબ સારી કામગીરી કરી રહ્યા હોવાથી હવે જય શાહની BCCI ના સચિવ તરીકે પસંદગી થઈ છે.ગઈ કાલે રાત્રે મુંબઇમાં સુસંગત સભ્યો વચ્ચે બેઠક યોજાઈ હતી.જેમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો.

 

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના પુત્ર જય શાહની નિમણૂક BCCIનાં નવા સચિવ તરીકે થઈ છે. BCCIનાં નવા અધ્યક્ષ તરીકે સૌરવ ગાંગુલીની નિયુક્તિ કરાઈ છે અને નવા સચિવ તરીકે જય શાહની બિનહરિફ વરણી કરવામાં આવી છે.

જય શાહ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પૂર્વ સંયુક્ત સચિવ છે. BCCIનાં નવા અધ્યક્ષ, સચિવ વગેરે કોણ એ અંગે ગત શનિવારે દિલ્હીમાં મળેલી BCCIની બેઠકમાં પૂર્વ BCCIનાં અધ્યક્ષ અનુરાગ ઠાકુર, પૂર્વ ICCના ચેરમેન એન. શ્રીનિવાસન, પૂર્વ IPL ચેરમેન રાજીવ શુક્લા, જય શાહ અને સૌરવ ગાંગુલીએ ભાગ લીધો હતો. ત્યારબાદ રવિવારે મુંબઈમાં તમામ રાજ્ય સંઘોની બેઠક યોજાઈ હતી જેમાં શનિવારના નિર્ણયને જણાવીને સહમતિ લેવામાં આવી હતી. આમ BCCIની શનિવાર અને રવિવારની બેઠક બાદ BCCIનાં નવા અધ્યક્ષ તરીકે સૌરવ ગાંગુલી અને સચિવ તરીકે જય શાહની નિમણૂક કરી દેવામાં આવે છે. ગૃહમંત્રી અમિત શાહનાં દિકરા BCCIનાં નવા સચિવ બન્યા છે.જય શાહ છેલ્લાં પાંચ વર્ષ સુધી GCAના સંયુક્ત સચિવ રહ્યા છે.

ગુજરાત ક્રિકેટ એસોસિએશનની આગવી ઓળખ ઉભી કરી એવી રીતે BCCI ને પણ સર્વોચ્ચ શિખર પર પહોંચાડો એવી શુભકામનાઓ સાથે “નાની ઉમર માં મોટી સફળતા” પ્રાપ્ત કરવા બદલ જય શાહ ને Voice Of Gujarat તરફથી ખૂબ ખૂબ અભિનંદન

error: Content is protected !!