રાજનીતિ

ભારતીય ટેકનોલોજી અને બ્રાંડની વૈશ્વિક મંચ પર મોટી જીત

146views

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતનાં રૂપે કાર્ડ – ડિજીટલ પેમેન્ટની સર્વિસને સાઉદી અરેબિયામાં શરૂ કરી છે. આ સાથે જ સાઉદી અરેબિયા રૂપે કાર્ડ સુવિધા શરૂ-સ્વીકાર કરનાર ગલ્ફ ક્ષેત્રનો ત્રીજો દેશ બની ગયો છે. જ્યાં ડિજીટલ પેમેન્ટની ભારતીય સિસ્ટમને અપનાવવામાં આવી છે. ભારત આ પહેલા સિંગાપુર અને ભૂટાનમાં રૂપે કાર્ડ લોન્ચ કરી ચૂક્યું છે.

રૂપે કાર્ડ ભારતનું પ્રથમ એવું ડોમેસ્ટિક ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પેમેન્ટ નેટવર્ક છે જેનો ઉપયોગ એટીએમ, POS મશીન અને ઈ-કોમર્સ સાઇટ પર સરળતાથી કરી શકાય છે. અગાઉ યુએઈ અને બહરીનમાં પણ આ અત્યાધુનિક ટ્રાંજેક્સન સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી.

ડિજીટલ કાર્ડ આધારિત વ્યવહારોને પ્રોત્સાહિત કરવા માટે ભારતીય વપરાશકર્તાઓ માટે બનાવવામાં આવેલા રૂપે કાર્ડનો ૨૦૦થી અધિક દેશોમાં શરૂ કરવામાં અને સ્વીકારવામાં આવ્યો છે. હવે આ રૂપે કાર્ડ અંગે વિદેશી કંપનીઓ અને વપરાશકર્તાઓએ રુચિ દાખવી છે. અગાઉ, ઘણા નિષ્ણાતો અને સમિતિઓએ સૂચન કર્યું હતું કે યુપીઆઈ અને રૂપે કાર્ડને વૈશ્વિક સ્તરે ઉપયોગમાં લેવામાં આવે એ જરૂરી છે.

ડિજીટલ પેમેન્ટ અંગેની કેટલીક સમિતિએ પણ ભલામણ કરી હતી કે યુપીઆઈને વૈશ્વિક કક્ષાએ ઉપયોગમાં લેવાનો સમય આવી ગયો છે. યુપીઆઈ વર્લ્ડ ક્લાસ છે અને તેને આંતરરાષ્ટ્રીય બનાવવાનો સમય આવી ગયો છે. તેથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રૂપે કાર્ડને વૈશ્વિક મંચ પર સ્વીકૃતિ મળી દરેક દેશોમાં રૂપે કાર્ડ સેવા શરૂ થાય તેવા પ્રયાસો હાથ ધર્યા છે.

ભારત અને સાઉદી અરેબિયાની અર્થવ્યવસ્થાને એકબીજાની વધુ નજીક લાવી મજબૂત બનાવવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં સાઉદી અરેબિયામાં સત્તાવાર રીતે રૂપે કાર્ડને રજૂ કરવામાં આવ્યું છે. સાઉદી અરેબિયા ક્ષેત્રમાં સૌથી મોટુ અને આકર્ષક વ્યવસાયિક કેન્દ્ર છે. આ ક્ષેત્રમાં ભારતીય સમુદાયનાં લોકો રહે છે, ભારતીય પર્યટક ખાસ કરીને હજ કરવા લોકો અહીં આવે છે તેથી આ ક્ષેત્રમાં રૂપે કાર્ડનો સ્વીકાર થવાથી પર્યટન, વ્યાપાર અને ભારતીય સમુદાય સહિત સૌને રૂપે કાર્ડ લાભકર્તા સાબિત થશે.

ભારતમાં ઇકોનોમિકલ સિસ્ટમનાં ડિજીટલાઈઝેશનને પ્રોત્સાહન આપવા માટે સરકારે ડિજીટલ અને કાર્ડ ટટ્રાન્ઝેક્શન નિ:શુલ્ક કર્યા છે જેને કારણે વિઝા અને માસ્ટરકાર્ડ જેવી મલ્ટિનેશનલ કંપનીને નુકસાન થયું છે. દિન-પ્રતિદિન રૂપે કાર્ડ સેવાની વૈશ્વિક મંચ પર સ્વીકૃતિ વધી છે. આર્થિક મંચ પર રૂપે કાર્ડ સીધું જ અમેરિકન માસ્ટરકાર્ડ અને વિઝાનું હરીફ બની રહ્યું છે. દુનિયાભરમાં ભારતનાં યુપીઆઈ અને રૂપે કાર્ડની માંગમાં વધારો થયો છે. અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ન હતા ત્યારે વિઝા, માસ્ટરકાર્ડ અને અમેરિકન એક્સપ્રેસ જેવા આંતરરાષ્ટ્રીય ડિજીટલ ટ્રાંઝેક્શન સર્વિસ પ્રોવાઈડર ગ્રાહકો પાસેથી તગડી પ્રોસેસિંગ ફી વસૂલતા હતા. ભારત પાસે ડિજીટલ પેમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ન હતું ત્યારે વિઝા અને માસ્ટરકાર્ડ જેવી કંપનીઓ ડિજીટલ ટ્રાંઝેક્શન સર્વિસનાં યુઝર્સ પાસેથી ગેરવર્તન કરી મનફાવે ત્યારે પૈસા ખાતામાંથી કાપી લેતી. અન્ય કેટલાંક ચાર્જ લગાવી પૈસા પડાવવામાં આવતા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સરકારે દેશની પોતાની પ્રથમ ડિજીટલ ટ્રાંઝેક્શન સર્વિસ સિસ્ટમ શરૂ કરી અને ડિજીટલ ટ્રાંઝેક્શન સર્વિસને પ્રોત્સાહન આપવા માટે માળખાકીય સુવિધાઓ બનાવી. યુપીઆઈ, ભીમ એપ્લિકેશન અને રૂપે કાર્ડને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનસીપીઆઈ) દ્વારા વિકસાવવામાં આવ્યું, જેને દેશની સેન્ટ્રલ બેંક, ભારતીય રિઝર્વ બેંક દ્વારા પ્રમોટ કરવામાં આવે છે. યુનિફાઈડ પેમેન્ટ્સ ઇંટરફેસ (યુપીઆઈ)ની શરૂઆત થઈ ત્યારથી ભારતમાં ડિજીટલ ટ્રાન્ઝેક્શન ઝડપથી વધી રહ્યું છે. અલબત્ત ભારતમાં જ નહીં પરંતુ વિશ્વનાં દેશોમાં પણ યુપીઆઈ, ભીમ એપ અને ખાસ તો રૂપે કાર્ડની સ્વીકૃતિ અને ઉપયોગ વધ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભારતનાં રૂપે કાર્ડને સાઉદી અરેબિયા લોન્ચ કરવામાં આવેલી ઘટના એ બાબતનું જ્વલંત ઉદાહરણ છે કે, ભારતીય ટેકનોલોજી અને બ્રાંડની વિશ્વ કક્ષાએ જીત થઈ રહી છે. રૂપે કાર્ડ નામની એક સ્થાનિક ટેકનોલોજી વિશ્વભરમાં લોકપ્રિયતા મેળવી રહી છે અને દરેક દેશ તેનો ઉપયોગ કરવા માટે ઉત્સુક છે જે પાછળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડિજીટલ ઈન્ડિયાનો આઈડિયા છે. રૂપે કાર્ડ સહિત અનેક સર્વિસ-પ્રોડક્ટ્સની વધતી જતી વૈશ્વિક સ્વીકાર્યતા દર્શાવે છે કે ભારત વિશ્વકક્ષાની સેવાઓ-વસ્તુઓ બનાવવાની ક્ષમતા ધરાવે છે. મોદી હૈ તો મુમકીન હૈ.

Leave a Response

error: Content is protected !!