રાજનીતિ

અટલ પેન્શન યોજનામાં રાહત : બદલાયો આ નિયમ, ખાતાધારકોને મળી ખુશખબરી

659views

પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA)એ અટલ પેન્શન યોજના (AYP)નો લાભ મેળવતા લોકોને મોટી રાહત આપી છે.

  • આ યોજના હેઠળ હવે વર્ષના કોઈપણ સમયે પેન્શન વધારી અથવા ઘટાડી શકાશે.
  • આ નવી સુવિધાથી આ યોજનામાં નોંધાયેલા 2.28 કરોડ ગ્રાહકોને લાભ થશે.
  • આ નવી સુવિધા જુલાઈ 1 થી લાગુ થઈ ગઈ છે.
  • PFRDAએ તમામ બેંકોને વર્ષના કોઈપણ સમયે પેન્શનની રકમમાં ઘટાડો અથવા વધારો કરવાની પ્રોસેસ કરવાનો નિર્દેશ આપ્યો છે.
  • જો કે, આ સુવિધાનો લાભ નાણાકીય વર્ષમાં ફક્ત એક જ વાર ઉઠાવી શકાય છે.
  • અગાઉ, એપ્રિલમાં જ, પેન્શનની રકમ બદલી શકાતી હતી

ઓટો ડેબિટની સુવિધા પણ શરૂ થઈ
1 જુલાઈથી APY યોગદાન માટેની ઓટો ડેબિટ સુવિધા ફરી શરૂ કરવામાં આવી છે. કોરોના સમયગાળા દરમિયાન ગ્રાહકોને રાહત આપવા PFRDAએ 11 એપ્રિલ, 2020ના રોજ એક સર્ક્યુલર બહાર પાડીને 30 જૂન, 2020 સુધી ઓટો ડેબિટ સુવિધા બંધ કરી દીધી હતી.

આ યોજના હેઠળ દર મહિને 5 હજાર રૂપિયાનું પેન્શન મળે છે

અટલ પેન્શન યોજના હેઠળ રોકાણકાર 60 વર્ષનો થાય ત્યારે દર મહિને 1000 થી 5000 રૂપિયા પેન્શન મેળવશે. પેન્શન સંપૂર્ણપણે કરપાત્ર છે. 18 વર્ષથી 40 વર્ષ સુધીની વ્યક્તિ આમાં રોકાણ કરી શકે છે.

Leave a Response

error: Content is protected !!