રાજનીતિ

બિલ ગેટસે ભારતીય ફાર્મા ઉદ્યોગ માટે કહી મોટી વાત

242views

દુનિયાના બીજા સૌથી ધનાઢ્ય વ્યક્તિ એટલે બિલ ગેટ્સ તેઓ એ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે ભારતીય ફાર્મા ઉદ્યોગ સમગ્ર વિશ્વને કોરોનાની રસી પૂરી પાડવા માટેની ક્ષમતા ધરાવે છે. ભારતમાં ઘણું ઉપયોગી કામ થઈ રહ્યું છે અને ભારતના ફાર્મા ઉદ્યોગે ભૂતકાળમાં અન્ય મોટા રોગો માટે શોધેલી રસીના આધારે તેઓ કોરોના મહામારીની રસી વિકસાવવા માટે પણ ખૂબ મોટી ક્ષમતા ધરાવે છે.

ભારતીય ફાર્મા ઉદ્યોગ ક્ષેત્રની શક્તિનો પરિચય આપતા કહ્યું કે, ભારત પાસે ખૂબ મોટી ક્ષમતા રહેલી છે તેમજ અનેક ભારતીય ફાર્મા કંપનીઓ વિશ્વને ઔષધીઓ પૂરી પાડી રહી છે. દુનિયામાં અન્ય કોઈપણ સ્થળ કરતા ભારતમાં સૌથી વધુ દવાઓનું ઉત્પાદન કરે છે.ભારતમાં ઘણી કંપનીઓ પ્રવર્તમાન સમયે કોરોનાની રસી વિકસાવવા અગ્રિમ તબક્કામાં છે. અગાઉની મહામારીઓમાં શોધાયેલી દવાઓના આધાર પર કોરોનાની રસી વિકસાવવાનું કામ ઝડપથી થઈ રહ્યું છે.

વૈશ્વિક સ્તરે કોરોનાની રસી વિકસાવવા માટેના જોડાણ કોઅલિશન ફોર એપીડેમિક પ્રીપેર્ડનેસ ઈનોવેશન્સ (CEPI)માં ભારત જોડાયું હોવાનો ઉલ્લેખ કરતા ગેટ્સે કહ્યું કે, મને અત્યંત આનંદ થાય છે કે, આ જોડાણ દ્વારા ફક્ત ભારતને જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને રસીનું મળશે. આપણે સૌ મૃત્યુદરમાં ઘટાડો કરીને ઈમ્યુન થઈ શકીશું, આ રીતે જ આપણે મહામારીનો અંત લાવી શકીશું.

તમને જણાવી દઈએ કે,ગેટ્સની દાન માટેની સંસ્થાએ ભારત સરકારના બાયોટેક્નોલોજી વિભાગ તેમજ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચ (ICMR) અને મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારની ઓફિસ સાથે પણ ભાગીદારી કરી છે.

Leave a Response

error: Content is protected !!