Corona Update

ગુજરાતના ઉદ્યોગો માટે રાહત આપતી સરકાર, 23 જુન સુધી ગેસ બીલ ચાર હપ્તામાં ભરી શકાશે

684views
  • દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મોરબીના ગેસ વપરાશકાર ઉદ્યોગો માટે CM રૂપાણીએ રાહતોની વર્ષા કરી
  • તારીખ 10 મેના ડ્યુ થતી રકમ હવે 23 જૂન સુધી ભરી શકાશે અને આ માટે 15-15 દિવસના ચાર હપ્તા આપવામાં આવશે
  • ગુજરાત ગેસ કંપની લિમિટેડના બિલની વિલંબિત ચુકવણી પર લાગતા વ્યાજમાં પણ 40% રાહત

રાજ્યમાં જે કંપનીઓ ગુજરાત ગેસ લી. નો ગેસ વાપરે છે તેવી કંપનીઓને માર્ચ 2020ના બીજા પખવાડિયામાં જે રકમ ડ્યુ થતી હતી તે રકમ ભરવાની મુદત તારીખ 10 મે સુધી વધારી આપવાનો નિર્ણય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કર્યો છે. તારીખ 10 મેના ડ્યુ થતી રકમ હવે 23 જૂન સુધી ભરી શકાશે અને આ માટે 15-15 દિવસના ચાર હપ્તા આપવામાં આવશે. ઉપરાંત ઉદ્યોગકારોને દર મહિને બિલમાં ભરવાનો થતો ફિક્સ ચાર્જ મીનીમમ ઓફ ટેક પ્રાઇસમાંથી પણ 3 મહિના એટલે કે એપ્રિલ મે અને જૂન માસ માટે મુક્તિ આપવામાં આવી છે. ગુજરાત ગેસ કંપની લિમિટેડના બિલની વિલંબિત ચુકવણી એટલે કે મોડા ભરવામાં આવે તો જે 18 ટકા વ્યાજ વસૂલ કરવામાં આવતું હતું તે હવે 10 ટકા જ વસૂલ કરાશે.

Leave a Response

error: Content is protected !!