રાજનીતિ

બિલ ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા પીએમને એક વધુ સન્માન એવોર્ડ

105views

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વધુ એક સન્માન મળવા જઈ રહ્યુ છે. પીએમ મોદીની યુ.એસ. મુલાકાત દરમ્યાન આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. પીએમ મોદીને આ એવોર્ડ ‘સ્વચ્છ ભારત અભિયાન’ માટે આપવામાં આવશે. આ એવોર્ડ “બિલ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન” દ્વારા ‘સ્વચ્છ ભારત અભિયાન’ની શરૂઆત કરવા બદલ વડાપ્રધાન મોદીને નવાજવામાં આવશે.

આ જાણકારી કેન્દ્રીયમંત્રી વિન્દ્રસિંહે ટ્વિટ કરીને જણાવી હતી. તેમને જણાવ્યું હતું કે વધુ એક એવોર્ડ, બધા ભારતીય માટે ગર્વ લેવાનો સમય છે, કેમકે PM મોદીની મેહનત અને અભિવ્યક્તિ પર દુનિયાભરના સન્માન મળી રહ્યા. પીએમ મોદી આવનારા દિવસોમાં યુ.એસ.ના પ્રવાસે જશે ત્યારે “બિલ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન” દ્વારા પી.એમ.ને સ્વચ્છ ભારત અભિયાનની પહેલ કરવા માટે સન્માનીત કરવામાં આવશે

Leave a Response

error: Content is protected !!