જાણવા જેવુરાજનીતિ

આજે બંકિચંદ્ર ચટ્ટોપાધ્યાની જન્મ જંયતી, ‘વંદે માતરમ્’ સંસ્કૃત નહીં સંસ્કૃતિ છે

145views

આજે સંસદમાં જે વંદે માતરમ ગીતને લઈને વિવાદ થઈ રહ્યોં છે, તે ક્યાંરેક અગ્રેજોના શાસના વિરુદ્ધમાં એક રાષ્ટ્રીય આંદોલન તરીકે હથિયાર બન્યું હતું. આ ગીતની રચના બંગાળના પ્રખ્યાત ઉપન્યાસકાર અને કવિ બંકિચંદ્ર ચટ્ટોપાધ્યાયએ 1875-76માં બંગાળ અને સંસ્કૃતમાં કરી હતી. પછી સન 1885માં બંકિન ચંદ્રએ આ ગીતને પોતાની પ્રસિધ્ધ કૃતિ આનંદમેઠમાં જોડી દીધી હતી. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયનો જન્મ 27 જૂન 1838ના રોજ બંગાળના ઉત્તર ચૌબીસ પરગનાના કંથલપાડા, નૈહાટીમાં એક બંગાળી પરિવારમાં થયો હતો. આજે તેમની 181મી જન્મજંયતી છે. બંગાળના ભાગલા પર વંદે માતરમની ગૂંજથી અંગ્રેજી શાસવ હલી ગયું હતું.

વંદે માતરમ્ શું છે?

વંદે માતરમના રચયિતા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય છે. તેમણે આ ગીતની રચના વર્ષ 1882માં સંસ્કૃત અને બંગાળી મિશ્રિત ભાષામાં કરી હતી. તે સ્વતંત્રતાની લડાઈમાં લોકો માટેનો પ્રેરણા સ્ત્રોત હતો. તેને જન..ગણ..મન ગીતની બરાબરનો જ દરજ્જો આપવામાં આવ્યો છે. તેને પહેલીવાર 1896માં ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસના સત્રમાં ગાવામાં આવ્યું હતું. આ ગીત ગાવામાં પણ 52 સેકન્ડ જેટલો જ સમય લાગે છે.

વંદે માતરમ પર બહુ ઘણા વર્ષોથી વિવાદ ચાલતો આવ્યો છે. તેની પસંદગી રાષ્ટ્રગીત માટે કરવામાં આવી હતી પરંતુ કેટલાક મુસલમાનોના વિરોધને કારણે તેને આ દરજ્જો મળી શક્યો નહીં. મુસલમાનોનું કહેવું હતું કે આ ગીતમાં માં દુર્ગાની વંદના કરવામાં આવી છે અને તેને રાષ્ટ્રના રૂપમાં જોવામાં આવ્યું છે પરંતુ ઈસ્લામમાં કોઈ વ્યક્તિ અથવા વસ્તુની પૂજા કરવાનું ખોટું માનવમાં આવ્યું છે.

બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય કલકત્તાના પ્રેસીડેંસી કોલેજથી 1857માં બીએ કર્યું હતું. આ તે વર્ષ હતું જ્યારે અંગેજોના શાસનની વિરુદ્ધ પહેલી વખત ભારતીય સમૂદાય સંગઠિત થઈને વિદ્રોહ કર્યો હતો. બંકિમચંદ્ર પ્રેસીડેંસી કોલેજમાંથી બીએની ડિગ્રી મેળવનાર પહેલા ભારતીય હતા. વર્ષ 1869માં તેમણે વકીલતાની ડિગ્રી લીધી હતી જેના પછી તેઓ ડેપ્યૂટી મેજીસ્ટ્રેટ પર નિયુક્ત થયા હતા. કહેવામાં આવે છે કે બ્રિટિશ શાસનખોરોએ બ્રિટનનું ગી ગોડ સેવ ધ ક્વીનને દરેક સમારોહમાં ગાવાનું અનિવાર્ય કરી દીધું હતું. તેથી બંકિમચંદ્રને દુખ થયું. તેમને 1875-76માં એક ગીત લખ્યું અને તેનું શિર્ષક રાખ્યું વંદે માતરસ બારીસાલમાં કોંગ્રેસના પ્રાંતીય અધિવેશન પછી વર્ષ 1905માં આ ગીતને વારાણસીમાં આયોજિત કોંગ્રેસની રાષ્ટ્રીય અધિવેષશનમાં ગાવામાં આવ્યું હતું. અને થોડાક જ સમયમાં અંગ્રેજી શાસનની વિરુદ્ધ ભારતીય ક્રાંતિનું પ્રતીક આ ગીત બની ગયું.

વર્ષ 1905માં અંગ્રેજોના શસન દરમિયાન બંગાળના ભાગલા પાડવાની જાહેરાતના વિરોધમાં ભારે રોષફાટી નીકળ્યો હતો જેમાં આ ગીતના શબ્દોએ એક હથિયાર તરીકે કામ કર્યું. અંગ્રેજી શાસનની વિરુદ્ધ સમગ્ર બંગાળમાં તે ફેલાય ગયું હતું. સમગ્ર બંગાળ એક જૂથ થઈને અંગ્રેજોની વિરુદ્ધ આંદોલન કર્યું હતું. હિન્દુ-મુસ્લમાન બધાને એક સુરમાં વંદે માતરમ ગીત ગઈને અંગ્રજોની ઉંઘ હરામ કરી નાંખી હતી. તે દરમિયાન બારીસાલમાં ખેડૂત નેતા એમ રસૂલની અધ્યક્ષતામાં બંગાળ કોંગ્રેસનું અધિવેશન થઈ રહ્યું હતું. અધિવેશનમાં વંદે માતરમની ગૂંજથી ગુસ્સે થયેલા અંગ્રેજોએ નેતાઓ પર હુમલો કર્યો હતો. અને આ ઘટનામાં આગમાં ધી નાખવાનું કામ આ ગીતના સૂરે કર્યું હતું.

બ્રિટિશ શાસકોના નિયમો પછી લખવામાં આવ્યું વંદે માતરમ

બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય કલકત્તાના પ્રેસીડેંસી કોલેજથી 1857માં બીએ કર્યું હતું. આ તે વર્ષ હતું જ્યારે અંગેજોના શાસનની વિરુદ્ધ પહેલી વખત ભારતીય સમૂદાય સંગઠિત થઈને વિદ્રોહ કર્યો હતો. બંકિમચંદ્ર પ્રેસીડેંસી કોલેજમાંથી બીએની ડિગ્રી મેળવનાર પહેલા ભારતીય હતા. વર્ષ 1869માં તેમણે વકીલતાની ડિગ્રી લીધી હતી જેના પછી તેઓ ડેપ્યૂટી મેજીસ્ટ્રેટ પર નિયુક્ત થયા હતા. કહેવામાં આવે છે કે બ્રિટિશ શાસનખોરોએ બ્રિટનનું ગી ગોડ સેવ ધ ક્વીનને દરેક સમારોહમાં ગાવાનું અનિવાર્ય કરી દીધું હતું. તેથી બંકિમચંદ્રને દુખ થયું. તેમને 1875-76માં એક ગીત લખ્યું અને તેનું શિર્ષક રાખ્યું વંદે માતરસ બારીસાલમાં કોંગ્રેસના પ્રાંતીય અધિવેશન પછી વર્ષ 1905માં આ ગીતને વારાણસીમાં આયોજિત કોંગ્રેસની રાષ્ટ્રીય અધિવેષશનમાં ગાવામાં આવ્યું હતું. અને થોડાક જ સમયમાં અંગ્રેજી શાસનની વિરુદ્ધ ભારતીય ક્રાંતિનું પ્રતીક આ ગીત બની ગયું.

Leave a Response

error: Content is protected !!