રાજનીતિ

પર્દાફાશ: ચીનના દુતાવાસે રાજીવ ગાંધી ફાઉન્ડેશનને 90 લાખ રૂપિયા આપ્યા, કોંગ્રેસ અને ચીનનું શું છે કનેક્શન ?

1.62Kviews
  • રાહુલ ગાંધી ચીની એજન્ટની ભૂમિકામાં : સોશિયલ મીડિયા પર ભારતીય સૈન્ય પર એકધારા પ્રહાર કરીને ચીનની મદદ કરવામાં રત છે યુવરાજ
  • કોંગ્રેસને ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી સાથે લેખિત ગઠબંધન છે, રાહુલ એ એગ્રીમેન્ટનું દિલથી પાલન કરી રહ્યા છે: ટ્વિટર પર રાહુલ ગાંધીને જવાનનાં પિતાએ કહ્યું, આ રાજનીતિ સારી નથી
  • કોંગ્રેસ પર લોકોને અમસ્તા જ ગુસ્સો નથી, દેશનાં સૈનિકો કે શહીદ જવાનો પ્રત્યે સંવેદના કે શ્રદ્ધાંજલિ દાખવવાની જગ્યાએ રાહુલ ગાંધી સરકાર અને સેનાનું મનોબળ નબળું પાડી રહ્યાં છે
  • હવે કાનુનમંત્રી રવિશંકર પ્રસાદે કોંગ્રેસ પર આરોપ લગાવ્યા છે અને જવાબ માંગ્યા છે.
  • કોંગ્રેસ ચીનનો શું સંબંધ હતો ? કોંગ્રેસ જવાબ આપે : રવિશંકર પ્રસાદ

કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ (Law Minister Ravi Shankar Prasad)એ દાવો કરતા કહ્યુ કે, ચીને રાજીવ ગાંધી ફાઉન્ડેશન માટે ફન્ડિંગ કર્યું છે. કાયદા મંત્રીએ કહ્યુ કે, રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ચીને પૈસા આપ્યા, કોંગ્રેસ તે વાત જણાવે કે આ પ્રેમ કઈ રીતે વધી ગયો, તેના કાર્યકાળમાં જ ચીને આપણી જમીન પર કબજો કર્યો હતો. એક કાયદો છે જે હેઠળ કોઈપણ પાર્ટી સરકારની મંજૂરી વગર વિદેશથી પૈસા ન લઈ શકે. કોંગ્રેસ સ્પષ્ટ કરે કે આ ડોનેશન માટે સરકારની મંજૂરી લેવામાં આવી હતી? 

તેમણે કહ્યુ કે, રાજીવ ગાંધી ફાઉન્ડેશન માટે ડોનરની યાદી છે 2005-2006ની. તેમાં ચીનની એમ્બેસીએ ડોનેશન આપ્યું તે સ્પષ્ટ લખ્યુ છે. આવું કેમ થયું? શું જરૂર પડી? તેમાં ઘણા ઉદ્યોગપતિઓ, પીએસયૂનું પણ નામ છે, શું એટલા પર્યાપ્ત નહોતા કે ચીનની એમ્બેસી પાસેથી પણ લાંચ લેવી પડી. 

આ પહેલા ભાજપ સાથે જોડાયેલા સૂત્રોએ જાણકારી આપી હતી કે ભારત સ્થિત ચીની એમ્બેસી, રાજીવ ગાંધી ફાઉન્ડેશન (આરજીએફ) માટે લાંબા સમયથી ફન્ડિંગ કરતું રહ્યું છે. કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાજીવ ગાંધી ફાઉન્ડેશનના ચેરપર્સન છે. જ્યારે પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહ, પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી આ બોર્ડના સભ્ય છે. રાજીવ ગાંધી ફાઉન્ડેશનના વાર્ષિક રિપોર્ટ પ્રમાણે વર્ષ 2005-06માં આરજીએફને ચીની દૂતાવાસ તરફથી ડોનેશન મળ્યું હતું. ચીની દૂતાવાસને સામાન્ય દાતાઓની યાદીમાં રાખવામાં આવ્યું છે. 

જાણકારી પ્રમાણે ડોનેશન દેવાની શરૂઆત ત્યારે થઈ જ્યારે રાજીવ ગાંધી ફાઉન્ડેશને ઘણા અભ્યાસનો હવાલો આપતા તે જણાવવાનો પ્રયાસ કર્યો હતો કે ભારચ અને ચીન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એટલે કે કોઈપણ પ્રતિબંધ વગર આયાત-નિકાસ થવી ખુબ જરૂરી છે.

Leave a Response

error: Content is protected !!