રાજનીતિ

ભાજપ નેતાઓના સવાલો: રાહુલનો બેંગકોક પ્રેમ ચુંટણી આસપાસ જ કેમ ઉભરાય છે?

104views

મહારાષ્ટ્ર અને હરિયાણાની ચુંટણીને ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે હરિયાણાના બીજેપી નેતા જવાહર યાદવે દાવો કર્યો છે કે, રાહુલ ગાંધી ચુંટણીના દસ દિવસ અગાઉ જ બેંગકોક જવા રવાના થઇ ગયા છે. તેમણે વધુમાં ઉમેરતા કહ્યું કે, હાલમાં જ અહમદ પટેલ અને ભુપેન્દ્ર સિંહ પુછતા હતા કે પાર્ટી ક્યાં ગઇ? લાગે છે કે પાર્ટી બેંગકોક ચાલી ગઇ છે.

 

હાલ ટ્વિટર પર બેંગકોક ટ્રેન્ડ કરી રહ્યું છે ત્યારે ભાજપના આઇ.ટી. સેલના પ્રમુખ અમિત માલવિયએ પણ કટાક્ષ કરતા કહ્યું હતું કે, તમે વિચારી રહ્યા હશો કે, બેંગકોક શા માટે ટ્રેન્ડ કરી રહ્યું છે? સાથે સાથે બીજેપી પ્રવક્તા તેજીન્દર પાલ બગ્ગાએ પણ રાહુલ પર ટ્વિટ કરતા કહ્યું કે, બેંગકોક હવે ભારતમાં ટ્રેન્ડ કરી રહ્યું છે.

Leave a Response

error: Content is protected !!