રાજનીતિ

વાઘાણીના અધ્યક્ષસ્થાને ભાજપ કોર કમિટીની બેઠક, CM, Dy. CM સહિતના દિગજ્જ નેતાઓ હાજર

851views

આજરોજ ગાંધીનગરના કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના અધ્યક્ષસ્થાને મળનારી ભાજપ કોર કમિટિની બેઠક મહત્વપૂર્ણ રહેશે. આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ડે. સીએમ. નીતિન પટેલ હાજર છે..

આગામી પેટા ચૂંટણી અને પાલિકાની ચૂંટણીને લઈને ખાસ રણનીતિ બનશે. ભાજપે આગામી ચૂંટણીને લઈને તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દીદી છે. જો કોરોના ન નડે તો સપ્ટેમ્બરમાં પેટા ચૂંટણી થશે અને નવેમ્બરમાં પાલિકાની ચૂંટણી થશે.

બેઠકમાં વિજય રૂપાણી અને નીતિન પટેલ હાજર રહ્યા
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી અધ્યક્ષતામાં અને મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ કોર ગ્રુપ, પ્રદેશમાં મહામંત્રીઓ અને પ્રદેશ અગ્રણીઓની બેઠક મળી હતી. આજની આ બેઠકમાં રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી વી.સતીશજી, કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા તથા પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા ઉપસ્થિત રહ્યા હતા. 

Leave a Response

error: Content is protected !!