રાજનીતિ

ભાજપ દ્વારા પેટાચૂંટણીના ઈન્ચાર્જ નક્કી થયા, કોણે મળી કઈ બેઠકની જવાબદારી વાંચો

1.97Kviews

ભાજપ દ્વારા પેટાચૂંટણી અંગે ધમધમાટ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આજે ભાજપની કોર કમીટિની બેઠક યોજાઈ હતી. સરકારના મંત્રી અને સંગઠનના હોદ્દેદારની નિયુક્તિ કરાશે.

વિધાનસભા પેટા ચૂંટણીઓ અંગેની વ્યવસ્થા અને પૂર્વતૈયારી અંગેનું પ્રદેશ સ્તરેથી સંકલન પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવ ભટ્ટ અને પૂર્વ મંત્રી શંકર ચૌધરી કરશે.

  1. ગઢડા – કુંવરજી બાવળિયા , ગોરધન ઝડપિયા
  2. કરજણ – પ્રદિપસિંહ જાડેજા અને શબ્દશરણ બ્રહ્મભટ્ટ
  3. ધારી – હકુભા અને ધનસુખ ભંડેરી
  4. અબડાસા – ભુપેન્દ્ર ચુડાસમા અને કે.સી. પટેલ
  5. લીંબડી – આર.સી ફળદુ અને નીતિન ભારદ્વા
  6. ડાંગ – ગણપત વસાવા અને પુનરેશ મોદી
  7. કપરાડા – ઈશ્વર પટેલ અને ભરતસિંહ પરમાર
  8. મોરબી – સૌરભ પટેલ અને આઈ કે જાડેજા

ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે,  આજની આ બેઠકમાં આગામી સમયમાં યોજાનાર આઠ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીઓના સંદર્ભમાં ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. તેમજ જે આઠ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી આવનાર છે. તે તમામ બેઠકો માટે સરકારમાંથી એક મંત્રી અને સંગઠનમાંથી એક હોદ્દેદાર એમ બેઠક દીઠ બે-બે ઇન્ચાર્જની નિમણૂક કરવામાં આવી હતી. વિધાનસભા પેટા ચૂંટણીઓ અંગેની વ્યવસ્થા અને પૂર્વતૈયારી અંગેનું પ્રદેશ સ્તરેથી સંકલન પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવ ભટ્ટ અને પૂર્વ મંત્રી શંકર ચૌધરી કરશે.

બેઠકમાં વિજય રૂપાણી અને નીતિન પટેલ હાજર રહ્યા
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી અધ્યક્ષતામાં અને મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ કોર ગ્રુપ, પ્રદેશમાં મહામંત્રીઓ અને પ્રદેશ અગ્રણીઓની બેઠક મળી હતી. આજની આ બેઠકમાં રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી વી.સતીશજી, કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા તથા પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા ઉપસ્થિત રહ્યા હતા. 

Leave a Response

error: Content is protected !!