રાજનીતિ

મહારાષ્ટ્રમાં102 અને હરિયાણામાં 40 સીટ સાથે ભાજપ ઉભરી આવ્યો સૌથી મોટો પક્ષ તરીકે

116views

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળની શરૂઆત પછીની વિધાનસભાની પ્રથમ ચૂંટણી એવી મહારાષ્ટ્ર અને હરિયાણા રાજ્યના પરિણામો જાહેર થઈ ગયા છે. મહારાષ્ટ્રમાં સ્પષ્ટ બહુમતી અને હરિયાણામાં સૌથી મોટા પક્ષ તરીકે ભાજપ ઉપસી આવતાં ભાજપ છાવણીમાં ઉત્સવનું વાતાવરણ જોવા મળે છે.

  • મહારાષ્ટ્રમાં ફરીથી ભાજપની સતા વાપસી થઈ છે. રાજ્યમાં ભાજપને 25.7 ટકા મત મળ્યા છે, શિવસેનાને 16.40 ટકા વોટ મળ્યા છે મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાની સરકાર બનશે એ બાબત સ્પષ્ટ બની ગઈ છે. ભાજપ અને શિવસેનાની ભગવી યુતિએ મળીને કુલ 288 સીટમાંથી 161 જેટલી સીટ હાંસલ કરી છે જેમાં ભાજપને 102 અને શિવસેનાને 56 બેઠકો મળી છે. રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનો પણ નાગપુર દક્ષિણ પશ્ચિમ બેઠક પર વિજય થયો છે.
  •  હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધુ સીટ પર વિજય સાથે ભાજપ સૌથી મોટો પક્ષ બન્યો છે. હરિયાનામાં કુલ 90 સીટમાંથી 40 સીટ હાંસલ કરીને ભાજપ મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે તો સાથોસાથ ગત વિધાનસભાની ચૂંટણી કરતા 3% વોટ શેર વધ્યો છે. રાજ્યમાં ભાજપને 36.5 ટકા વોટ મળ્યા છે, કોંગ્રેસને 28 ટકા વોટ મળ્યા છે અને ત્રીજા નંબરની જેજેપીને 27 ટકા વોટ મળ્યા છે. હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરનો વિજય થયો છે. 9 સીટ જે અન્ય પક્ષોને મળી છે તેમાંથી મોટાભાગના ભાજપને સહકાર આપે તેવી પુરી શક્યતા છે.વિશેષ વાત એ કહેવાય કે મહારાષ્ટ્રમાં ગઈ ટર્મમાં ભાજપના દેવેન્દ્ર ફડનવીશ અને હરિયાણામાં ભાજપના મનોહરલાલ ખટ્ટર મુખ્યમંત્રી તરીકે પાંચ વર્ષ મુખ્યમંત્રી તરીકે રહ્યા પછીની આ જીત એ સૂચવે છે કેપ્રજામાં ભાજપ અને આ બે મંત્રીઓ માટે સંતૃષ્ટીની ભાવના છે. ગઈ ટર્મમાં મુખ્યમંત્રી તરીકે તેઓએ જાટ સમુદાયની ગેરવ્યાજબી માંગણીઓ સામે મક્કમતા દાખવી હતી તેમ છતાં જાટ સમુદાયની બહુમતી વાળા આ ક્ષેત્રમાં ભાજપને મળેલી માન્યતા સરાહનીય ગણી શકાય. જો કે રાજ્યમાં આટલો મોટો વોટશેર મળ્યો હોવા છતાં હરિયાણામાં ચૂંટણી પરિણામ પછી ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિ સર્જાઈ છે. 

આજે વૈશ્વિક મંદીની હાલતમાં વિશ્વની મહાન આર્થિક સતાઓ આર્થિક બેહાલી અને મોંઘવારીના ભરડામાં પીસાઈ રહી છે. પ્રજાએ ‛ડુંગળી બટેટા’ માંથી બહાર નીકળીને રાષ્ટ્રીય સુરક્ષા જેવા અતિ સંવેદનશીલ મુદ્દે વધું ગંભીરતા દાખવી, એ મુદ્દે સરાહનીય અને અસરકારક પગલાંઓ ઉઠાવતી સરકારને સમર્થન કરવાની દેશદાઝ દેખાડવી જોઈએ.

Leave a Response

error: Content is protected !!