રાજનીતિ

ગૃહમંત્રીએ ઉત્તર પૂર્વના લોકોને ખાતરી આપી કે 371ને બદલવામાં નહીં આવે

94views

અમિત શાહે કહ્યું, ‘મને વિશ્વાસ છે કે પીએમ મોદીના નેતૃત્વમાં જે વિકાસ થયો છે તે તમને એક અલગ સ્થાન અપાવશે.’

ગૃહમંત્રી અમિત શાહ આજે ઉત્તર પૂર્વીય કાઉન્સિલના 68ના સત્રમાં ભાગ લેવા ગુહાટી પહોંચ્યા છે. આ દરમિયાન ગૃહમંત્રીએ કહ્યું કે અમારી સરકાર ઉત્તર પૂર્વના રાજ્યોને વિશેષ દરજ્જો આપતા આર્ટિકલ 371 બદલશે નહીં. અમિત શાહે કહ્યું કે, ‘ભારતીય બંધારણની કલમ 371 એ એક ખાસ જોગવાઈ છે. ભાજપ સરકાર આર્ટિકલ 371 નો આદર કરે છે અને તેને કોઈપણ રીતે બદલાશે નહીં. તેમણે કહ્યું, ‘જ્યારે હું કલમ 37૦ માટેના બિલ સાથે સંસદમાં હાજર થયો ત્યારે વિપક્ષના લોકોએ એ કહેવાનો પ્રયાસ કર્યો કે કલમ 371ને પણ દૂર કરવામાં આવશે. ભાજપ સરકાર 371 નો સંપૂર્ણ આદર કરે છે.

ગૃહ પ્રધાને કહ્યું, ‘મહાભારત કાળથી ઉત્તર પૂર્વ અને ભારત વચ્ચેની કડી સમાન છે. અર્જુન અને ભીમ બંનેને ઉત્તર પૂર્વના પુત્રો હતા. અર્જુનના લગ્ન મણિપુરમાં થયા અને શ્રી કૃષ્ણના પૌત્ર પણ ઉત્તર પૂર્વમાં થયા હતાં. તેમણે કહ્યું કે, અમે ઉત્તર પૂર્વની સંસ્કૃતિને આગળ વધારીશું.

Leave a Response

error: Content is protected !!