રાજનીતિ

શરમજનક : રાહુલ ગાંધીએ સેનાનું અપમાન કર્યુ, લદ્દાખના ફેવરિટ સાંસદે જોરદાર જવાબ આપ્યો..

1.03Kviews

નામગ્યાલે પોતાના ટ્વીટમાં બે તસવીરો પોસ્ટ કરી. એકમાં તેમનો જવાબ હતો અને બીજામાં દેમચોક ઘાટીની તસવીર હતી. તેમનો દાવો છે કે જ્યારે દેશમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે ભારતના આ ક્ષેત્રો પર ચીને કબજો કર્યો હતો. 1992માં કોંગ્રેસ રાજ દરમિયાન અક્સાઇ ચીન(37,244 કિમી), 2008 સુધી ચુમૂર વિસ્તારના તિયા પેંગનક અને ચાબજી ઘાટી(250 મીટર લંબાઈ), યુપીએ કાળમાં 2008માં ચીની સેનાએ દેમજોકમાં જોરાવર કિલ્લાને ધ્વસ્ત કર્યો અને 2012માં PLA એ ઓબ્જર્વિંગ પોઇન્ટ બનાવ્યો. 13 સીમેન્ટેડ ઘરો સાથે ચીની/ન્યૂ દેમજોક/ કોલોનીનો વસાહત થયો. યુપીએની સત્તામાં ભારતે દુંગટી અને દેમચોક વચ્ચે દૂમ ચેલે(એશિયન્ટ ટ્રેડ પોઇન્ટ) ને ગુમાવ્યા.

નામગ્યાલના ટ્વીટ બાદ રાહુલ ગાંધીએ બીજી ટ્વીટ કરી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યો અને લખ્યું કે,‘ચીની અંદર આવ્યા અને લદ્દાખમાં આપણી જમીન પર કબજો કર્યો. આ દરમિયાન પીએમ એકદમ ચુપ છે અને સીનમાંથી ગાયબ થઈ ગયા છે.’ રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના કેટલાક નેતાઓ સતત ચીની ઘૂસણખોરીને લઈ સરકાર પર નિશાન સાધી રહ્યા છે.

Leave a Response

error: Content is protected !!