રાજનીતિ

ભાજપના નેતાની દેવબંદમાં ગોળી મારી હત્યા થઈ, જાણો કોણ છે આ નેતા

89views

ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લાના દેવબંદમાં ભાજપના કાઉન્સિલરને ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. શનિવારે 12 ઓક્ટોબર આ ઘટના બની હતી. ગોળી લાગવાથી નજીકના લોકોની મદદથી ઈજાગ્રસ્ત થયેલા ભાજપના કાઉન્સિલર ચૌધરી ધારા સિંહને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.

આ ઘટના બાદથી આ વિસ્તારમાં ભયનો માહોલ છે કારણ કે એક જ અઠવાડિયામાં આ બીજો બનાવ બન્યો છે. જેમાં ભાજપના નેતાની હત્યા થઈ છે. મળતી માહિતી મુજબ ચૌધરી ધારા સિંહને તેના ઘરથી ચીની મિલ જઈ રહ્યા હતા, તે દરમિયાન પાછળથી ચાર બાઇક સવારોએ તેમની ઉપર ફાયરિંગ કર્યું આ દરમિયાન એક ગોળી તેના માથામાં લાગી હતી.

ભાજપના નેતાની હત્યાની જાણ થતાં પાર્ટીના પ્રમુખ સહિત અનેક લોકો ઘટના સ્થળે એકઠા થયા હતા અને પોલીસ વહીવટની સુરક્ષા કામગીરી અંગે સવાલ ઉઠાવ્યા હતા. આ સમગ્ર મામલે એસપી દિનેશ કુમારે જણાવ્યું હતું કે, કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ક્રાઈમ બ્રાંચને સ્થળ ઉપર મોકલી દેવામાં આવી છે. તેમણે કહ્યું કે હત્યાના કારણો અંગે હજુ કોઈ માહિતી મળી નથી.

Leave a Response

error: Content is protected !!