રાજનીતિ

જે.પી. નડ્ડાએ કોંગ્રેસનો ઉધડો લેતા કહ્યુ નવા ભારતમાં સેનાનું સન્માન કરતા શીખી જાજો

596views

ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા એ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું, ‘કોંગ્રેસે સેનાનું અપમાન કરવાનું બંધ કરવું જોઈએ અને રાષ્ટ્રીય એકતાના સાચા અર્થને સમજવું જોઈએ’. તેમણે કહ્યું, ‘કોંગ્રેસે સર્જિકલ અને એર સ્ટ્રાઈક પર પણ એવું જ કર્યું હતું. સેનાનું સન્માન કરો, હજી મોડું નથી થયું.

નડ્ડાએ કહ્યું, ‘130 કરોડ ભારતીયો પીએમ નરેન્દ્ર મોદી પર વિશ્વાસ ધરાવે છે. 2010 અને 2013 ની વચ્ચે એલએસીમાં 600 વખત ઘુસણખોરી કરવામાં આવી હતી. કોંગ્રેસે ચીન સમક્ષ આત્મસમર્પણ કર્યું. તેમણે કહ્યું કે કોંગ્રેસે 43,૦૦૦ કિ.મી.નો ભારતીય ભાગ ચીનને સોંપ્યો છે.

જે.પી. નડ્ડાએ કહ્યું, ‘પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહનું નિવેદન માત્ર એક શબ્દની રમત છે. કોંગ્રેસના ટોચના નેતાઓના વર્તનને કારણે કોઈ પણ ભારતીય આવા નિવેદનમાં વિશ્વાસ કરશે નહીં. આ એ જ કોંગ્રેસ છે જેણે હંમેશાં આપણા સશસ્ત્ર દળોનું મનોબળ તોડ્યું છે. ભારત વડા પ્રધાન મોદી પર સંપૂર્ણ વિશ્વાસ રાખે છે.

Leave a Response

error: Content is protected !!